આ વર્ષે ચોમાસુ સારુ જતા કપાસની ખેતી સારી થવા પામી છે. સારી ખેતીના પરિણામે આ વર્ષે કપાસ પાકની અઢળક આવકના એંધાણ સેવાઈ રહ્યા છે. સારી આવકને પરિણામે રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે સારા કપાસની આવક થઈ રહી છે. આજથી રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં કપાસના આવકના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. આ વર્ષે કપાસના ભાવ પ્રતિ મણ ૨ હજારથી વધુ ઉપજ્યા છે જેથી ખેડૂત ભાઈઓમાં પણ અનેરો ઉત્સાહ છે.
રાજકોટ માકેટીંગ યાર્ડમાં આજે નવા કપાસની આવકના શ્રી ગણેશ થયા છે. અંદાજે આઠ મણ નવો કપાસ આવ્યો હતો. પ્રતિ મણ કપાસના રૂ. ૨૪૪૦ ભાવ ઉપજયા હતા નવા કપાસની આવકને યાર્ડના હોદેદારોએ સહર્ષ વધાવી લીધી હતી. આ અંગે વધુ પ્રાપ્ત થતી માહીતી અનુસાર આજે યાર્ડમાં નવા કપાસની આવકના શ્રી ગણેશ થયા છે. રાવકી ગામના ખેડુત કિશોરભાઇ ઠાકરશીભાઇ 3 ભારી એટલે કે અંદાજે આઠ મણ નવો કપાસ લઇ વેચાણ અર્થે આવ્યા હતા, તેઓનો કપાસ પ્રતિ મણ રૂ. ૨૪૪૦ રૂપિયામાં વેચાયો હતો. આગામી દિવસોમાં યાર્ડમાં નવા કપાસની આવક પુરી બહારમાં શરુ થશે હાલ તમામ જણસીની આવક સારા પ્રમાણમાં થઇ રહી છે. નવા કપાસની આવક થતા વેપારીઓમાં પણ રાજીપો વ્યાપી જવા પામ્યો છે.