રાજકોટ અને ગ્રામ્ય વિસ્તારમાં મેળો જામ્યો છે. લોકો આનદ ઉત્સાહથી મેળાનો આનંદ માણી રહ્યા છે ત્યારે માનવ મહેરામણ સાથે મેળામાં અનેક દુર્ઘટના બની છે. ગોંડલના મેળામાં વીજ શોક લાગતાં બે યુવકના મોત નીપજ્યા હતા. જ્યારે રાજકોટમાં રાઇડમાં બેઠેલો યુવાન ચાલુ રાઇડમાંથી નીચે પટકાતા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. રાજકોટના જ લોકમેળામાં મોતના કૂવાનો ચાલુ શો હતો ત્યારે ગાડી અચાનક નીચે પડતાં દુર્ઘટના સર્જાઈ હતી. જ્યારે જેતપુરના લોકમેળામાં આખલાએ આતંક મચાવ્યો હતો ગોંડલના લોકમેળામાં બે યુવાનોના વીજશોક લાગતા મોત નિપજ્યાં હતાં. ભૌતિક પોપટ લાઇટીંગ ટાવરને અડી જતાં તેમને વીજ કરંટ લાગ્યો હતો. ભૌતિકને બચાવવા દોડેલા ફાયરબ્રિગેડના કર્મચારી નરશીભાઈ ઠાકોરને પણ જોરદાર કરંટ લાગતા બંન્ને યુવાનોનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમાં ચાલી રહેલા લોકમેળામાં એક યુવાન ચાલુ રાઈડ દરમિયાન નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જેને કારણે તાત્કાલિક રાઈડ બંધ કરી યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. રાઇડ સંચાલકે સમય સુચકતા કારણે તત્કાલીન રાઈડ બંધ કરી યુવકને નીચે ઉતારી રાઇડના જ સંચાલકો દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જેતપુરમાં પણ લોકમેળોમાં દુર્ઘટના સર્જાઈ હતી. મેળામાં એક આખલો ઘૂસી જતા નાસભાગ મચી હતી. લોકોની બૂમાબૂમને કારણે આખલો વધુ ભૂરાયો થયો હતો. લોકોની નાસભાગમાં બાળકોડરી ગયા હતા. જ્યારે એક બાળક તો તેના માતા-પિતાથી વિખૂટો પડી ગયો હતો. ગઈ કાલે રાજકોટના લોકમેળામાં મોતના કુવામાં ચાલુ શો દરમિયાન એક કાર નીચે પટકાતા નાસભાગ મચી જવા પામ્યો હતો.જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.
રાજકોટમાં લોકમેળાનો માહોલ: અનેક જગ્યાએ ઉત્સાહ સાથે બની અનેક દુર્ઘટના.
Advertisement