શ્રાવણ મહિનાને પૂરો થવામાં હવે થોડા દિવસો જ બાકી છે અને જન્માષ્ટમી તહેવાર નજીક છે ત્યારે રાજકોટની આરોગ્ય ટીમ અને પોલીસ દ્વારા રાજકોટ નજીક આવેલા નવાગામના આણંદપર ગામેથી ડુપ્લીકેટ ઘી ના 40 ડબ્બામાં 599 કિલો ઘી સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટમાં તહેવાર નજીક હોય લોકોના આરોગ્ય જોખમાય તે પૂર્વે જ આરોગ્ય અને પોલીસની ટીમ દ્વારા આ જગ્યાએ દરોડો પાડીને નકલી ઘી ઝડપ્યું હતું.
આ મામલે પોલીસ વધુ તાપસ હાથ ધરી છે અને કુવાડવા પોલીસના માર્ગદર્શન પ્રમાણે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરાવવા સૂચના આપી હતી. આ બાબતે ડી સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલને બાતમી મળતા નવાગામના આણંદપર પર શેફર્ડ પાર્કમાં લીલાધર મગનભાઈ મુલીયાના નામના વ્યક્તિના મકાનમાં દરોડો પડ્યો હતો. દરોડો પાડતા જ ઘી નો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો અને ફૂડ સેફટી ઓફિસરની હાજરીમાં ઘી ના નમૂના FSL માં મોકલી આપ્યા હતા. આ મામલે પોલીસે પરેશ લીલાધર મુલીયાની ધરપકડ કરી હતી અને 83,860 ની કિંમતના 40 ડબ્બા જપ્ત કર્યા હતા.