રાજકોટમાં ગત રાતે એક મોટી ઘટના બની. રાજકોટના પૉર્શ એરિયો ગણાતા અમીન માર્ગ પર રહેતા આર્કિટેકને ત્યાં લૂંટના ઇરાદે એક ગેંગ આવેલી જેની બાતમી પહેલેથી જ પોલીસને મળતા ત્યાં પોલિસે વોચ ગોઠવી હતી. લુટરાઓ લૂંટ કરવા ઘરમાં ઘૂસવાની કોશિશ કરે તે પહેલા પોલીસે તેને પકડવાનો પ્રયાસ કર્યો પરિણામે લૂંટારાઓ એ પોલીસ સામે ગોળી ચલાવી પોલીસે પણ ગોળી વળતો જવાબ આપ્યો. આમ પોલીસ અને ગેંગ વચ્ચે સામસામે ગોળી ચાલી હતી ત્યારે આ ઘટનામાં બે લુટેરા અને પીએસઆઈ ઘાયલ થયા હતા.
મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરના અત્યંત પોશ વિસ્તાર ગણાતાં એવા અમીન માર્ગ પર આવેલી ચિત્રકૂટધામ સોસાયટીમાં રિદ્ધિ સિદ્ધિ બંગલોમાં રાત્રે બે વાગ્યા આસપાસ જાંબુવાની લૂંટારૂ ગેંગ લૂંટ કરવા આવી હતી. લૂંટારુ ગેંગ જેવી લૂંટ માટે બંગલોમાં પહોંચી કે તુરંત જ પોલીસે તેમને પકડવાનો પ્રયાસ કરતાં લૂંટારુઓએ ફાયરિંગ શરૂ કરી હતી. પોલીસે પણ વળતો જવાબ આપતાં મધરાત્રે ગોળીબાર સાંભળીને રહેવાસીઓ સફાળા જાગી ઉઠ્યા હતા. આર્કિટેક્ટના વ્યવસાય સાથે સંકળાયેલા વિજય પટેલનાં ઘરે ગતરાત્રે બે વાગ્યા આસપાસ બંગલામાં લૂંટારાઓ લૂંટના ઈરાદે આવ્યા હતા ત્યારે ત્યાં બાતમી આધારે પહેલેથી જ તેનાત પોલીસે તેમને પકડવા કોશિશ કરી હતી પરિણામે ચોરોએ ફાયરિંગ શરૂ કરી હતી. ફાયરિંગ થયા બાદ એસઓજીના પીએસઆઈ ડી.બી.ખેર સહિતનાએ પણ વળતા જવાબમાં ફાયરિંગ કરતાં એક લૂંટારાને ગોળી વાગી જતાં તે નીચે પટકાયો હતો. આ પછી બીજા લૂંટારાને પકડવા માટે પ્રયાસ કરતાં તેણે પણ હુમલો કરતાં તેના ઉપર પણ ફાયરિંગ કરાયું હતું. જોકે આ બન્યું તે પહેલાં લૂંટારુઓએ પણ તમંચા જેવા હથિયારમાંથી ફાયરિંગ કર્યું હોવાને કારણે પીએસઆઈ ડી.બી.ખેરને ગોળી વાગી જતાં તેઓ ઘાયલ થઈ ગયા હતા. પોલીસ દ્વારા જાનની પરવા કર્યા વગર ઓપરેશન પાર પાડીને તમામ લૂંટારુઓને પકડી પાડ્યા હતા.