Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોંડલની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટે ફટકારી ૨૦ વર્ષની કેદ.

Share

રાજકોટમાં દિવસેને દિવસે કાયદા વ્યવસ્થા નબળી પડી હોય તેમ ગુનાનું પ્રમાણ વધતું જાય છે. ચોરી, લૂંટફાટ અને દુષ્કર્મના કેસો વધ્યા જાય છે. પોલીસનો ડર જાણે ખતમ થઈ ગયો હોય તેમ લોકો ગુના આચરે છે તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

ગોંડલમાં રહેતી સગીરા પર મધ્યપ્રદેશના શખ્સે આચર્યું દુષ્કર્મ. કોર્ટે તેને વીસ વર્ષની કેદની સજા ફટકારી. પ્રાપ્ત માહિતી પ્રમાણે મુળ મધ્યપ્રદેશના વતની અને ખાંડાધાર ગામે ખેત મજુરી કરતા શ્રમિક પરિવારની સગીર પુત્રીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી લઈ જઈ અવારનવાર બળજબરીપુર્વક શારીરીક સબંધ બાંધ્યા હતા. બનાવ અંગે સગીરાના પિતાને જાણ થતાં તેમણે રાકેશ ઈન્દ્રસીંગ ડામોર વિરુધ્ધ ભારતીય દંડ સંહીતાની કલમ 363, 366, 376 (2)(એ)તથા પોકસો એકટની કલમ 6 મુજબનો ગુન્હો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવ્યો હતો. બનાવ બાદ પોલીસે આરોપી રાકેશ ઈન્દ્રસીંગ ડામોરની ધરપકડ કરી ગુન્હાનું ચાર્જશીટ કરવામાં આવેલ હતું. ઉપરોકત કેસ પોકસો અદાલત ગોંડલ ખાતે ચાલી જતા સરકારી વકીલ ઘનશ્યામ કે ડોબરીયા દ્વારા સરકાર તરફે દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવેલ અને ત્યારબાદ સરકાર તરફે કુલ 7 સાક્ષીઓને તપાસવામાં આવેલ હતા. આ કેસના મૌખીક પુરાવા અને લેખીત પુરાવાની હકીકતને તેમજ સરકારી વકીલ ડોબરીયાની ધારદાર દલીલોને લક્ષમાં રાખી એડીસ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ડી.આર.ભટ્ટે (સ્પેશયલ જજ પોકસો કોર્ટ) આ કામના આરોપી રાકેશ ઈન્દ્રસીગ ડામોર – વીસ વર્ષની સખત કેદની સજા ફરમાવેલ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- ગામડે ગામડે શૌચાલય બનાવવાની વાતો કરનારી સરકારની કચેરીઓમાં જ શૌચાલય ની આવી હાલત…

ProudOfGujarat

અંકલેશ્વરથી દેડિયાપાડા બસમાં મુસાફરી કરતા મુસાફરોની દયનિય હાલત.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં ધીમેધીમે વધી રહેલા કોરોના સંક્રમણથી જનતા ચિંતિત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!