Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટમાંથી વીજ તંત્રએ ૭૫ લાખથી વધુની વીજ ચોરી પકડી પાડી : સતત ચોથા દિવસે પણ ૪૬ ટીમો દ્વારા વીજ ચેકીંગ જારી.

Share

વીજ તંત્રની ટીમ ખુબ જ સારું કામ કરી રહી છે. સતત ત્રણ દિવસ થયા રાજકોટમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ૭૫ લાખથી વધુની વીજ ચોરી પકડી પાડી છે. અને સતત ચોથા દિવસે પણ સવારથી વીજ ટીમો કામે લાગી ગઈ છે.

રાજકોટમાં સતત ચોથા દિવસે વીજ ટીમોએ ચેકીંગ ચાલુ રાખ્યું છે, ત્રણ દિવસમાં ૭૦ થી ૭૫ લાખની વીજ ચોરી ઝડપાઇ જવા પામી છે, આજે સવારથી ૪૬ ટીમો દ્વારા ૪ સબ ડીવીઝન ક્ષેત્રમાં પોલીસ – વિડીયોગ્રાફરોની ટીમ સાથે ધોંસ બોલાવાઇ છે. આજે સવારથી રાજકોટ સીટી સર્કલના રાજકોટ સીટી ડીવીઝન-૩ હેઠળ કોર્પોરેટ ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાવડી સબ ડીવીઝનમાં આવરી લેવામાં આવેલ વિસ્તારોમાં રવેચીપરા, જીએચબી કવાર્ટર્સ રસુલપરા વગેરે ખોખળદળ સબ ડીવીઝનમાં આવરી લેવામાં આવેલ વિસ્તાર જડેશ્વર, વેલનાથ, મુકેશ પાર્ક, રાધાકૃષ્ણ સોસાયટી, હરિઓમ પાર્ક, મવડી રોડ સબ ડીવીઝનમાં આવરી લેવામાં આવેલ વિસ્તારોમાં સાનિધ્ય બંગલો, સરદારનગર, પુનમ સોસાયટી વગેરે તથા રૈયા રોડ સબ ડીવીઝનમાં આવરી લેવામાં આવેલ વિસ્તારોમાં બંસીધર પાર્ક, ઇન્દ્રપ્રસ્થનગર, સ્લમ કવાર્ટર્સ વગેરેનો સમાવેશ થાય છે.

Advertisement

Share

Related posts

સુરત-પોતાને મીડિયા કર્મી જણાવી વીડિયો ઉતારી ઉઘરાણાં કરતા ચાર કથિત પત્રકારો પોલીસ સંકજામાં….

ProudOfGujarat

માંગરોળ તાલુકાના ઘોડબાર ગામના કેશવદાસજી મહારાજને ફાગવેલ ધામથી ગાદી અર્પણ કરાઈ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત ૧૦૦ ઉપરાંત કાર્યકરો ભાજપામાં જોડાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!