રાજકોટના વૃધમાં જોવા મળ્યું અતિ દુર્લભ બ્લડ ગ્રુપ. લોહીની તપાસ કરતા ખબર પડી કે વૃદ્ધનું બ્લડ ગ્રુપ ગોલ્ડન બ્લડ તરીકે ઓળખાતા EMM-નેગેટીવ બ્લડ ગ્રુપ છે. જે વિશ્વમાં ફકત ૧૦ જાણમાં જ જોવા મળ્યું છે. લોહીનો રંગ લાલ જ હોય છે પણ તેમાં લોહીના ગ્રુપ એટલે કે એ પોઝીટીવ, ઓ પોઝીટીવ કે નેગેટીવ સહિતના અનેક ગ્રુપ રકત વચ્ચે રાજકોટના એક 65 વર્ષીય સજજનનું બ્લડ ગ્રુપ વિશ્વમાં ફકત 10 લોકોમાં જોવા મળ્યું છે તેવું EMM નેગેટીવ હોવાનું જાહેર થયું હતું.
આ સજજને ખુદને પોતાના અનોખા બ્લડ ગ્રુપની જાણ ન હતી. 2020 માં તેઓને હૃદયની બિમારી સંબંધી આ ઓપરેશન પુર્વે તેમનું બ્લડ ગ્રુપ ચકાસાયું હતું. આ સજજનના લોહીનું ગ્રુપ એબી પોઝીટીવ હોવાનું માનતા હતા અને આ બ્લડ ગ્રુપ વૈશ્વિક ધોરણે ઉપલબ્ધ છે પણ તેમના મેચીંગનું બ્લડ ગ્રુપ સ્થાનિક બ્લડ બેન્કમાં નહી મળતા તેની તપાસ પહેલા અમદાવાદ અને બાદમાં સુરતની બ્લડ બેન્ક સુધી થઈ હતી. તેમના બ્લડ સેમ્પલને બાદમાં અમેરિકામાં અતિ આધુનિક વિશ્લેષણ માટે મોકલાયુ હતું જયાં આશ્ચર્યજનક અને ખૂબ જ રસપ્રદ રિપોર્ટ મળ્યો કે રાજકોટના સજજનનું બ્લડ ગ્રુપ EMM નેગેટીવ છે અને તેમાં આ બહું જવલ્લે જ કોઈ વ્યક્તિમાં જોવા મળે છે. વિશ્વમાં અત્યાર સુધી 10 લોકોમાં જ આ બ્લડગ્રુપ જોવા મળ્યું હતું અને આ અનોખુ બ્લડ ગ્રુપ ધરાવતો ભારતનો પ્રથમ કેસ બની ગયો હતો.
આ પ્રકારના લોહીમાં EMM ફેનોટાઈપ નો અભાવ છે. સામાન્ય રીતે આ EMM ફેનોટાઈપ એ દરેક વ્યક્તિના રકતકણ (રેડબ્લડ)માં હોય છે પણ આ બ્લડમાં તેની ગેરહાજરી હોવાથી તેને ‘EMM નેગેટીવ’ તરીકે ઓળખાયુ છે અને તે ગોલ્ડન બ્લડની શ્રેણીમાં પણ આવે છે. આ પ્રકારના જવલ્લેજ બ્લડ ગ્રુપ ધરાવતા વ્યક્તિઓને અન્ય કોઈ તકલીફ હોતી નથી અને રાજકોટના આ સજજનના ભાઈમાં પણ આ પ્રકારનું બ્લડ ગ્રુપ થોડું મળતું આવતું હતું પણ તે ગોલ્ડન બ્લડ શ્રેણીમાં આવતુ નથી. આ બ્લડ ગ્રુપને આઈએસસીટી-042 મેડીકલ સાઈન અપાઈ છે. જોકે રાજકોટના આ સજજન બાદમાં અન્ય બિમારીથી મૃત્યુ પામ્યા હતા.