મુંબઈમાં ચોમાસાએ પધરામણી કર્યા બાદ ગુજરાતમાં પણ વિવિધ જિલ્લાઓમાં મેઘાના મંડાણ થવા લાગ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગઈકાલે બપોર પછી સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર પંથકમાં વરસાદ ખાબક્યો હતો. વિરપુર પંથકમાં મેઘમહેર થતાં ખેડૂતોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું અને આ સાથે જ ખેડૂતોએ વરસાદ વરસતા જ વાવણીના શ્રી ગણેશ પણ કર્યા હતા.
જગતના તાતે વીરપુર પંથકમાં ગઈ કાલે પડેલા વાવણી લાયક સારા વરસાદને પગલે કપાસ, મગફળી, સોયાબીન જેવા વગેરે પાકોનું વાવેતર કર્યું હતું. ખેડૂતોએ જણાવ્યું હતુ કે આગામી દિવસોમાં વાવેતર કરેલા પાક ઉપર અને ચોમાસા દરમિયાન સારો વરસાદ વરસે અને વાવેલા પાકનું ઉત્પાદન સારું થાય તેવી આશા વ્યક્ત કરી હતી.
Advertisement