Proud of Gujarat
GujaratFeatured

રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા કારોબારી બેઠક, કાર્યકર્તાઓને કામે લાગી જાવા તાકીદ.

Share

રાજકોટ જિલ્લા ભાજપની આજે હેમુ ગઢવી હોલ ખાતે કારોબારી બેઠક મળી હતી. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. કારોબારી બેઠક ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાની અધ્યક્ષતામાં યોજાઇ હતી.

રાજકોટ જિલ્લાના ભાજપના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. કારોબારીમાં બોઘરાએ ચૂંટણીને લઇને જણાવ્યું હતું કે, ચૂંટણી ડિસેમ્બરમાં નિશ્ચિત સમયે આવવાની છે. આપણી પાસે 120 દિવસ બાકી છે. 15 ઓક્ટોબર પછી આપણી પાસે સમય નહીં રહે એટલે તૈયારીઓ શરૂ કરી દો. 120 દિવસમાં કાર્યકર્તાઓએ શિડ્યુલ જોઇને કામ કરવું જોઇએ એવું માર્ગદર્શ આપ્યું કારોબારી બેઠક પૂરી થયા બાદ મીડિયા સાથેની વાતચીતમાં બોઘરાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાની કારોબારી બેઠક હતી. જેમાં ભાજપના કાર્યકરોને મેં એવું માર્ગદર્શન આપ્યું છે.

Advertisement

ચૂંટણી ડિસેમ્બર આવે એ નિશ્ચિત સમય છે. આથી એના બે મહિના પહેલા ચૂંટણીની એક્ટિવિટી થતી હોય છે. એટલે 15 ઓક્ટોબર પછી અમારી પાસે કામ કરવાનો સમય નથી. એટલે હવે 120 દિવસ બાકી છે. 120 દિવસમાં કાર્યકર્તાઓએ શિડ્યુલ જોઇને કામ કરવું જોઇએ એવું માર્ગદર્શ આપ્યું હતું.

ચૂંટણીપંચનું કામ છે ચૂંટણી જાહેર કરવી, પરંતુ ભાજપના કાર્યકર્તા તરીકે આખા ગુજરાતના આપણે બધા જાણીએ છીએ કે ચૂંટણી ડિસેમ્બર મહિનામાં નિશ્ચિત સમયે આવવાની છે. ડિસેમ્બરના બે મહિના પહેલા ચૂંટણીપંચની કાર્યવાહી ચાલતી હોવાથી અમારા કાર્યકર્તા પાસે સમય ન હોય. આજની કોરાબારી બેઠકમાં જસદણ-વીંછિયાના ધારાસભ્ય કુંવરજી બાવળિયા, જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા, રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખા સાગઠિયા સહિત મોટી સંખ્યામાં જિલ્લામાંથી કાર્યકરો ઉમટી પડ્યા હતા.

કારોબારીમાં બોઘરાએ આચારસંહિતાની તારીખ પણ જાહેર કરી દીધાનું પણ જાણવા મળ્યું છે. ચૂંટણીપંચ પહેલા બોઘરાએ આચારસંહિતાની તારીખ જાહેર કરતા વિવાદ ઉઠ્યાનું ચર્ચાઇ રહ્યું છે. મીડિયાએ બોઘરાએ આચારસંહિતાની તારીખ જાહેર કરી તેના જવાબમાં કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, એ ચૂંટણીપંચ અને રાજ્ય સરકારનો નિર્ણય છે. એ જાહેરાત થાય પછી ફાઇનલ કહેવાય. આ ભરતભાઈનો વિષય છે. જ્યારે જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, એવું નથી, ચૂંટણી વહેલી આવવાની શક્યતાઓ છે એવું ભરતભાઈ બોલ્યા છે. ચૂંટણી સમયસર જ યોજવાની છે. આ બાબતે તમે ભરતભાઈને જ પૂછી લેજો.


Share

Related posts

નવસારીના જલાલપોર તાલુકાના ડાભેલ ગામમાં ભારે વરસાદના કારણે તળાવની પ્રોટેક્શન વોલ તેમજ વીજ ટ્રાન્સફોર્મર નમી પડ્યુ

ProudOfGujarat

રૂપાણી સરકાર ગઈ પરંતુ તેઓના હોલ્ડિંગો હજુ પણ વાલિયા ચોકડી પર જોવા મળ્યા..!

ProudOfGujarat

વડોદરા : કરજણના વલણમાં ટીકિકા અકેડમીમાં શિક્ષક દિનની શાનદાર ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!