Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટ : માતા ન હોય, લગ્નની વાત આવતા પિતા અને ભાઈઓની ચિંતામાં યુવતીનો આપઘાત.

Share

કોઠારિયા રોડ પર બ્રહ્માણી હોલ પાસેની રાધેશ્યામ સોસાયટીમાં રહેતી યુવતી (ઉ.વ.22)એ પોતાના ઘરે ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો, બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

માતા ન હોય, લગ્નની વાત આવતા ચિંતા થતી’તી પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, યુવતી બે ભાઇની એકની એક બહેન હતી, તેની માતા હૈયાત નથી, ભાઇઓ અને પિતાની સંભાળ યુવતી રાખતી હતી, યુવાન પુત્રીને સાસરે વળાવવા પિતા દિનેશભાઇએ કેટલાક દિવસોથી સગપણની વાત ચાલુ કરી હતી, પોતે સાસરે જતી રહેશે તો પિતા અને ભાઇઓની સંભાળ કોણ લેશે તેવી ચિંતાને કારણે યુવતી એ પગલું ભરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. બનાવથી કુમારખાણીયા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

Advertisement

Share

Related posts

નડિયાદ સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની રંગેચંગે ઉજવણી કરાશે.

ProudOfGujarat

આરએએફ બટાલીયન દ્વારા ડેમોન્સ્ટ્રેશન યોજાયું.

ProudOfGujarat

SVMIT એન્જીનિયરીંગ કોલેજ દ્વારા નર્મદા બચાવ અંગે દોડનું આયોજન કરાયું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!