Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટમાં હીરાસર એરપોર્ટ ખાતે પોલીસ અને મીડિયા કર્મી વચ્ચે ઘર્ષણ.

Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હીરાસર એરપોર્ટ નિર્માણ પામી રહ્યું છે. જેનું પ્રથમ ફેઝનું કામ આગામી સમયમાં પૂર્ણ થવા જઇ રહ્યું છે. ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલકાત પર આવ્યા હતા. પરંતુ રાજકોટ ઝોન 1ના DCP પ્રવીણકુમાર મીણાએ મીડિયા કર્મીઓ સાથે ગેરવર્તન કર્યું હતું.

મીડિયા કર્મીઓ હેલિપેડ નજીક ઉભા હતા ત્યારે પ્રવીણકુમાર મીણાએ ગેરવર્તન કર્યું હતું. બે કેમેરામેનનું ગળુ દબાવી ધક્કો માર્યો હતો અને અટકાયત કરવાની વાત કરી હતી. બાદમાં પાંચથી સાત મીડિયાકર્મીને પોલીસવાનમાં બેસાડી અટકાયત કરી હતી અને પછી છોડી દેવામાં આવ્યા હતા. જોકે સમગ્ર મામલે મીડિયા કર્મીઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરતા તેઓએ દિલગીરી વ્યક્ત કરી હતી.

Advertisement

આ મામલે રાજકોટના જોઈન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ પાર્થરાજસિંહ ગોહિલને તપાસના આદેશ કર્યા છે. તમામ પત્રકારો પોલીસ કમિશનર ખાતે એકત્ર થઈ ધરણા પર બેસી રામધૂન બોલાવી.

જોઇન્ટ​​​​​​​ CP ખુરશીદ અહેમદે DCP ક્રાઇમન પાર્થરાજસિંહ ગોહિલને તપાસના આદેશ કર્યા આ અંગે મીડિયા કર્મચારીઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરતા તેઓએ દિલગીરી વ્યક્ત કરી હતી. DCP આ અંગે કઈ પણ બોલવા તૈયાર નથી અને માફી પણ ન માગતા મીડિયા કર્મચારીઓમાં રોષ ભભૂક્યો છે.

મીડિયાને રન-વે નજીકથી દૂર કરવા હડધૂત પણ કર્યા હતા. જોકે આ સમગ્ર મામલે મીડિયા કર્મચારીઓ રાજકોટ પોલીસ કમિશનર કચેરી દોડી ગયા હતા અને અહીં ધરણા પર બેસી રામધૂન બોલાવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટની ભાગોળે આકાર લઇ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા આંતરરાષ્ટ્રીય હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટની મુલાકાતે આવ્યા હતા. તેમજ હેલિપેડ, રન-વે અને બ્રિજ નિર્માણ, બોક્સ ક્લવર્ટ વગેરેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને એરપોર્ટ ઓથોરિટીવતી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કરતાં કલેક્ટર અરુણ મહેશ બાબુએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા હીરાસર એરપોર્ટની કામગીરી અંગે વિગતવાર જાણકારી આપી હતી. કલેકટરે ફાયર સ્ટેશન, એ.જી.એલ. સબ સ્ટેશન, એમ.ટી.પુલ, એ.ટી.સી. સહિતના કામગીરીનો પ્રગતિ રિપોર્ટ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યો હતો. આ તમામ કામોની વર્તમાન સ્થિતિ અંગે મુખ્યમંત્રીને માહિતી આપી હતી. હીરાસર એરપોર્ટ ઓથોરિટીના જનરલ મેનેરજર લોકનાથે મુખ્યમંત્રીને સાઈટ પર થયેલી અત્યારસુધીની કામગીરી અંગેની વિગતવાર જાણકારી આપી હતી.


Share

Related posts

फिल्म निर्माता नीरज पांडे ने आज दिल्ली में अपनी पसंदीदा उपन्यास “ग़ालिब डेंजर” का हिंदी अनुवाद किया लॉन्च!

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ કોરોના પોઝીટીવ 11 દર્દીઓ નોંધાતા કુલ સંખ્યા 1055 થઈ.

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વરની સુરવાડી ફાટક પર નવનિર્માણ પામેલ ફ્લાય ઓવર બ્રિજનું મા.નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટલેનાં હસ્તે કરાયું ઇ લોકાર્પણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!