રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રીક્ષા ચાલકોનો ખુબ જ ત્રાસ હોવાથી રાજકોટની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે અને ઘણા સમયથી રીક્ષા ચાલકોની દાદાગીરી અને રોફ વધતો હોવાથી રાજકોટ પોલીસ દ્વારા કડક અમલવારી શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં જાહેર સ્થળો જેવા કે જાગનાથ ચોક, જયુબેલી બાગ, ત્રિકોણ બાગ, બસ સ્ટેન્ડ, માધાપર ચોક, ગોંડલ ચોકડી પર રીક્ષા ચાલકો દ્વારા કરવામાં આવતી આડેધડ પાર્કિંગને કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે અને સામાન્ય નાગરિક બીકના મારે રીક્ષા ચાલાક સાથે બોલી શક્તિ નથી.
રાજકોટમાં જાહેરસ્થળો અને ટ્રાફિકવાળા ચોક પર જો રીક્ષા અડચણ રૂપ રાખવામાં આવી તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટમાં ઘણા સમયથી રીક્ષાની અકસ્માત તેમજ મારામારીની ઘટના બનતી હોય છે અને રીક્ષા ચાલાક પાસે ધોકા, પાઇપ અને છરી અને અન્ય હથિયાર પણ મળી આવે છે. રાજકોટ પોલીસ દ્વારા આ બાબતે પણ કાર્યવાહી કરવામાં આવશે અને જો રીક્ષામાં હથિયાર મળી આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટમાં ટ્રાફિકનું કારણ રીક્ષા ચાલાક બેદરકારીથી રીક્ષા ચલાવે છે તેમજ ટ્રાફિકના એક પણ કાયદાનું પાલન કરવામાં આવતું નથી. રાજકોટમાં કેટલાક ચોકમાં સિગ્નલ રાખેલા હોય છે તેનું પણ પાલન કરવામાં આવતું નથી. પોલીસ અત્યાર સુધી કાર્યવાહી કરતી ન હતી પણ હવે ઉપરથી સૂચના મળી હોય તે મુજબ કડક અમલવારી કરવામાં આવશે.
રાજકોટના લોકોમાં એવી ચર્ચા થઇ રહી છે કે હાલ પોલીસ દ્વારા જે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે તે ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તને અનુસંધાને થઇ રહી છે ચૂંટણી પુરી થતા જ ટ્રાફિક પોલીસ અને રીક્ષા ચાલાકની સાઠગાંઠ શરુ થઇ જશે અને લોકોની સમસ્યા ઠેરની ઠેર જ રહેશે.