રાજકોટ જિલ્લામાં આવેલા ગુંદા ગામમાં રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીના પરિવાર દ્વારા માતાજીનો માંડવો રાખવામાં આવ્યો હતો જેમાં અરવિંદ રૈયાણી ઘુણ્યા હતા અને પોતાના શરીરે સાંકળથી ફટકા મારતા વિડિઓમાં નજરે પડ્યા હતા. આ વિડિઓ સોશિયલ મીડિયામાં ખુબ જ ફરી રહ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આ રીતે રાજ્યક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીનો વિડીયો વાઇરલ થયો હોવાથી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. નોંધનીય છે કે તેઓ વર્ષોથી રાખડીબંધ ભૂવા તરીકે ઓળખાય છે. રૈયાણી પરિવારના માતાજીના માંડવાની આમંત્રણ પત્રિકામાં પણ અરવિંદ રૈયાણીના નામ પહેલા મંત્રીને બદલે રાખડીબંધ ભૂવા લખવામાં આવ્યું હતું.
માતાજીના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી આવ્યા હતા. માતાજીનો માંડવો શરૂ થયો એટલે થોડી જ ક્ષણો પછી મંત્રી અરવિદ રૈયાણી ધૂણવાનું શરુ કરી દીધું હતું. વાયરલ વિડિઓ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અરવિદ રૈયાણી ખુબ જ જાડી સાંકળ લઈને પોતાના પર કોરડાના ફટકા વીંઝતા નજરે પડે છે.
આ અગાઉ કોઈ નેતા માતાજીના માંડવામાં ધુણતા નજરે જડ્યો નથી જોકે અરવિંદ રૈયાણી વર્ષોથી રાખડીબંધ ભૂવા તરીકે ઓળખાય છે આ બાબતે હજુ સુધી સામાન્ય લોકોને જાણકારી ન હતી.