અનુસૂચિત જાતિ આદિવાસી અને લઘુમતી સમાજને તેના સંવિધાનિક અધિકારો મળી રહે તે માટે ભારત રાષ્ટ્ર અને સામાજિક ક્ષેત્રે જ્વલંત પ્રશ્નો અન્વયે ગુજરાત રાજ્યમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યાં રાષ્ટ્ર અને સમાજ માટે સંકલ્પ લીધો હતો આ સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે વડોદરાની ભીમ સંકલ્પ ભૂમિ છે. સંવિધાન સંકલ્પ સમર્પણ પદયાત્રા માટે સિદ્ધાર્થભાઈ પરમાર સંકલ્પ કરી અને રાજકોટથી આ યાત્રાને અમદાવાદ તરફ લઇ જશે. તારીખ ૧ લી એપ્રિલથી સમર્પણ સંકલ્પ પદયાત્રાની શરૂઆત કરવામાં આવશે. આ પદયાત્રા રાજકોટ શહેરથી નીકળી અમદાવાદથી ગાંધીનગર ડોક્ટર આંબેડકર સાહેબની પ્રતિમા સુધી પહોંચશે અને તે દરમિયાન રસ્તામાં આવતા તમામ ગ્રામ્ય વિસ્તારોમાં આ યાત્રા સામાજિક ન્યાયની હોય ભીમજ્યોતિ બહુજન સમાજમાં સંદેશો પાઠવવામાં આવશે.
આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના મુખ્યમંત્રીનું ધ્યાન દોરવાનો તેમજ આ પદયાત્રા અગાઉ અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં અનુસૂચિત જાતિના લોકોની સમસ્યાઓ વિશે વર્ણન કરવામાં આવ્યું હતું. અનુસૂચિત જાતિના વિકાસ માટે તેમજ બેરોજગારીનું પ્રમાણ વધતું જાય છે તેને ઘટાડવા માટે પછાત વિસ્તારમાં વસતા અનુસુચિત જાતી જનજાતીના લોકોના ઉત્થાન માટે રાજ્યના મુખ્યમંત્રી સાથે બામસેફના આગેવાનો મળવા માગતા હતા પરંતુ આ બેઠક શક્ય ન બને તે માટે રાજકોટથી અમદાવાદ અને અમદાવાદથી ગાંધીનગર સુધીની સિદ્ધાર્થ પરમાર દ્વારા પદયાત્રા શરૂ કરવામાં આવેલી છે જેમાં અનુસૂચિત જાતિના ઉત્થાન માટે અનેક મુદ્દાઓ વિસ્તૃત જણાવવામાં આવ્યા છે જેમાં ખેતીમાં કામ કરતા ખેત મજુરોની સમસ્યાઓ યુવાનો માટે રોજગારીની સમસ્યાઓ તથા ખેડૂતો પોતાનું લાઈટ બિલ પણ ભરી શકતા નથી કોરોના કાળ બાદ તે સહિતની સમસ્યાઓને વર્ણવી આ પદયાત્રા શરૂ કરવામાં આવી છે. આ પદયાત્રા અમદાવાદથી ગાંધીનગર મુકામે પૂર્ણ થશે તેવું જણાવ્યું છે.
અનુસૂચિત જાતિના ઉત્થાન માટે રાજકોટના યુવકે શરૂ કરી પદયાત્રા.
Advertisement