રાજકોટના સરધાર ખાતે સ્વામી નિત્યસ્વરૂપદાસજી દ્વારા મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હોય જેમાં આ મહોત્સવના આઠમા દિવસે અમેરિકાની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા ત્રણ વર્લ્ડ રેકોર્ડની નોંધણીના સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.
આ વર્લ્ડ રેકોર્ડમાં હિન્દુ ધર્મમાં સૌથી વધુ પેજ ધરાવતી કંકોત્રી જે 117 પેજની બનાવવામાં આવી હતી તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયની હસ્ત લિખિત સૌથી નાની અને સૌથી ઓછું વજન ધરાવતી શિક્ષાપત્રી બનાવવામાં આવી હોય, તેમજ સ્વામી નિત્યસ્વરૂપદાસજી દ્વારા સતત એક જ વિષય ઉપર 621 ઘરસભા કરવામાં આવી હોય જેના કારણે અનેક લોકોનું જીવન પરીવર્તન થયું હોય આ ત્રણેય વર્લ્ડ રેકોર્ડ સ્વામિનારાયણ મંદિર સરધારના પ્રેરક સ્વામી નિત્યસ્વરૂપદાસજીને ગઇકાલે સાંજે વર્લ્ડ રેકર્ડના વિવિધ સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાતનાં રાજયપાલ આચાર્ય દેવરત ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત સરધાર સ્વામિનારાયણ મંદિરની અભ્યાસ સંબંધી સેવા, હોસ્પિટલ, કુદરતી આફતોમાં સેવા, હોસ્ટેલ એન્ડ એજ્યુકેશન સહિતની ઉમદા સામાજિક પ્રવૃતિઓ કરે છે. આ તમામ પ્રવૃતિઓથી વાકેફ થઈને વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનના વસિમભાઇ મલેક, ભરતસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહી વર્લ્ડ રેકોર્ડના સર્ટિફિકેટ એનાયત કર્યા હતા.