Proud of Gujarat
FeaturedGujaratINDIA

યુવકે કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને કહ્યું ‘મારીપત્નીના ચરિત્રથી કંટાળી મેં તેની હત્યા કરી, ક્યાં હાજર થાઉં.

Share

રાજકોટમાં દિવસને દિવસે ક્રાઈમ વધી રહ્યું છે. રાજકોટમાં એક પતિએ પત્નીની હત્યા કરવાના બનાવથી ચકચાર મચી ગઈ છે. એટલુ જ નહિ, હત્યારા પતિએ બાદમાં પોલીસ સ્ટેશનમાં ફોન કરીને કહ્યુ હતું કે, ‘મારીપત્નીના ચરિત્રથી કંટાળી મેં તેની હત્યા કરી, ક્યાં હાજર થાઉં.’ રાજ્યમાં એક પછી એક હત્યાના બનાવ સામે આવી રહ્યા છે. ઘર કંકાસથી લઈને સામન્ય બોલાચાલી લોકો એટલા ઉસકેરાઈ જાય છે કે, સામે વાળની હત્યા કરવા પર ઉતરી આવે છે. હજુ તો અમદાવાદના થયેલ હિન હત્યા કેસની સાહી સુકાઈ પણ નથી કે રાજકોટમાં એક પતિએ તેની જ પત્નીની ઘાતકી હત્યા કરી હતી જે બાદ તેણે પોતે જ પોલીસને આ મામલે જાણ કરી કયા હાજર થવાનું છે તેવું કહ્યું હતું. આ મામલે યુનિવર્સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ કન્ટ્રોલ રૂમ પર શુક્રવારની મધરાતે એક યુવકનો ફોન આવ્યો હતો. જેમાં યુવકે ફોન પર કહ્યુ હતું કે, ‘મારી પત્ની ચારિત્રહીન છે તેના લફરાંથી કંટાળીને તેને મેં પતાવી દીધી છે. ક્યા પોલીસ સ્ટેશનમાં હું હાજર થાઉં.’ આ સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ સાથે કન્ટ્રોલ રૂમમાં દોડાદોડ થઈ ગઈ હતી. યુવકે પોલીસને સરનામુ પણ આપ્યુ હતું. જેથી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ તપાસમાં આરોપી પતિએ પત્નીના ચરિત્રથી કંટાળીને તેને પતાવી દીધાની સનસનીખેજ કબૂલાત આપી હતી. યુવકનું નામ શૈલેષ ભૂપતભાઈ પંચાસરા (ઉમર 25 વર્ષ) હોવાનું સામે આવ્યુ હતું. જેને કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને પત્નીની હત્યા કરી હોવાનુ કબૂલ્યુ હતુ. શૈલેષ પંચાસરા ડ્રાઈવિંગનુ કામ કરે છે. તેણે પાંચ વર્ષ પહેલા નેહા નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેમને સંતાનમાં બે વર્ષની દીકરી છે. લગ્ન બાદ નેહાને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોઈ અવારનવાર તેમની વચ્ચે ઝઘડા થતા હતા.

આખરે શુક્રવારની રાત્રે મનહરપુરાના ઘરે તેણે પત્ની નેહાના પેટમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરી હતી. પોલીસે સમગ્ર મામલે પતિ શૈલેષ સામે હત્યાનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે. શૈલેષ પંચાસરાએ પોલીસ સમક્ષ કેફિયત આપી હતી કે,પોતે ડ્રાઇવિંગ કરે છે. પાંચ વર્ષ પહેલાં નેહા સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને તેને સંતાનમાં બે વર્ષની પુત્રી છે. નેહાને અનેક યુવક સાથે લફરાં હોય આ બાબતે અગાઉ ઘણી વખત માથાકૂટ થઇ હતી. પરંતુ તેના આડાસંબંધો નહીં અટકતાં અંતે તેને પતાવી દીધી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચમાં રાજીવ આવાસ યોજના નિષ્ફળ, ઝુંપડપટ્ટીમાં પુનઃ સ્થાપિત કરવાની માંગણી સાથે લાભાર્થીઓ કલેકટરનાં શરણે..

ProudOfGujarat

માંગરોળ : કંટવાવ ગામના નવનિર્મિત ભગવાન કરુણાસાગર મંદિરે ત્રિદિવસીય પટ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

ProudOfGujarat

કામરેજના કઠોર ખાતે 10 મો સમુહ લગ્ન યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!