રાજકોટના નાકરાવાડીમાં આજે સવારે 28 વર્ષની એક મહિલાએ તેના બે માસૂમ પુત્ર સાથે અગ્નિસ્નાન કરી લીધું છે. ત્રણ જણના સામૂહિક આપઘાતની ઘટના એટલી ભયાનક હતી કે સમગ્ર ઘરવખરી પણ બળીને ખાખ થઈ ગઈ છે. કુવાડવા પોલીસ અને DCP સહિતના પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં પ્રાથમિક તબક્કે ગૃહકંકાશમાં મહિલાએ આ અંતિમવાદી પગલું ભર્યાનું મનાય છે. મૃતક મહિલાનાં પતિ-સાસુની પોલીસે પૂછપરછ કરી છે. રાજકોટમાં સામૂહિક આત્મહત્યાના બનાવથી ચકચાર મચી ગઈ છે. રાજકોટના નાકરાવાડીમાં સામુહિક આપઘાતની ઘટના બની છે. એક મહિલાએ બે માસુમ પુત્રો સાથે સળગીને આપઘાતનો રસ્તો અપનાવ્યો છે.
ત્યારે આ આપઘાત પાછળ ગૃહકલેશ કારણભૂત હોવાની પ્રાથમિક માહિતી મળી છે. રાજકોટના કુવાડવા રોડના નવાગામ સોખડા પાસે નાકરાવાડીમાં સામુહિક આપઘાતની ઘટના બની છે. 28 વર્ષના દયાબેન વિજયભાઇ ડેડાણીયાએ 7 વર્ષના પુત્ર મોહિત અને 4 વર્ષના પુત્ર ધવલ સાથે સળગીને મોત વ્હાલુ કર્યુ છે. આ ઘટનાથી ડેડાણીયા પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. તો સમગ્ર ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. કુવાડવા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ આરંભી છે. ત્યારે ગૃહકલેશને કારણે દયાબેને આ પગલુ ભર્યાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. આ ઘટનાથી ડેડાણીયા પરિવારમાં સોપો પડી ગયો છે. આ આત્મહત્યાના પગલે દયાબેનના પતિએ કહ્યું કે, મારે ક્યારેય બોલાચાલી થઈ નથી. મારી માતાને એકવાર બોલાચાલી થઈ હતી.