Proud of Gujarat
FeaturedGujaratINDIA

પહેલા નોરતે રાજકોટમાં PPE કિટમાં ગરબાની રમઝટ બોલાવી

Share

કોરોનાની મહામારી હળવી થતા સરકારે શેરી-ગરબાને મંજૂરી આપી છે. અને શહેરમાં ઠેર-ઠેર ગરબાનાં આયોજનો ધમધમતા થયા છે. દરમિયાન શહેરનાં બ્રહ્મસમાજ ચોક નજીક યુવાનોએ ‘ગરબા પણ રમીશું અને કોરોનાથી પણ બચીશું’નો અનોખો અને પ્રશંસનીય અભિગમ અપનાવ્યો છે. જેમાં આ વિસ્તારમાં રહેતા યુવક-યુવતીઓ દ્વારા નવરાત્રિમાં પીપીઈ કિટ પહેરીને ગરબા રમવામાં આવી રહ્યા છે. કોરોનાથી બચવાની સાથે ગરબે ઘૂમવાનાં યુવાઓનાં આ અનોખા પ્રયોગને લોકો વખાણી રહ્યા છે. આ અંગે પીપીઈ કિટ પહેરીને ગરબે ઘૂમનાર રાહુલ મકવાણા નામના યુવાને જણાવ્યું હતું કે, સામાન્ય રીતે લોકો નવરાત્રિમાં ટ્રેડિશનલ કપડાં પહેરતા હોય છે.

Advertisement

આ કપડાં ઘણા મોંઘા હોવાથી લોકો ભાડે લેવાનો આગ્રહ રાખે છે. પરંતુ કોરોનાકાળમાં આવા જ ભાડે લીધેલા કપડાં ત્રીજી લહેરને નોતરી શકે છે. આ વિચાર અમારા ગ્રુપ સમક્ષ રજૂ કરતા સૌએ સાથે મળીને પીપીઈ કિટ પહેરીને ગરબે રમવાનો નિર્ણય લીધો છે. જેથી ગરબે રમવાનો આનંદ માણવાની સાથે કોરોનાને ફેલાતો પણ અટકાવી શકાય. પીપીઈ કિટ પહેરીને ગરબે ઘૂમવામાં ગરમી અને પરસેવો વધુ થાય છે. પણ જો કોરોનાથી બચવું હોય અને ગરબાનો આનંદ પણ લેવો હોય તો આનાથી સારો બીજો કોઈ રસ્તો નથી. જેને લઈને અમારા વિસ્તારનાં યુવાનોએ આ નિર્ણય કર્યો છે. સાથે જ અન્ય લોકોને સલાહ આપતા તેમણે કહ્યું હતું કે, કોરોનાની મહામારી વચ્ચે ભાડે લીધેલા ટ્રેડિશનલ કપડાં પહેરવા જોઈએ નહીં. છતાં જો આવા કપડાં પહેરવા જરૂરી લાગે તો વોશ કરીને પહેરવાની અપીલ પણ તેમણે કરી છે.


Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસીની ગટ્ટુ વિદ્યાલયનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યકમ યોજાયો હતો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકાનાં દહેજ ગામનાં પરપ્રાંતીયો માટે પોલીસ દ્વારા અનાજ કીટ અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી.

ProudOfGujarat

દેડીયાપાડા ખાતે ભવ્ય આધ્યાત્મિક પર્વ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!