Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટમાં વિદ્યાર્થિનીની છેડતી કરનાર શાળા સંચાલક પતિને બચાવવા ભાજપના મહિલા અગ્રણીની છાત્રાને ધમકી, ‘હું ઇન્દ્રની અપ્સરા, મારો ધણી તારી સામે થૂંકે પણ નહીં’

Share

રાજકોટના ભાજપ મહિલા અગ્રણીની દાદાગીરી સામે આવી છે. ભાજપના મહિલા અગ્રણી સીમા જોશીએ પતિ વિરુદ્ધ છેડતીના કેસમાં ભોગ બનનાર અને શિક્ષિકાને ધમકાવી હતી. લોધિકાના નવી મેંગણીની જ્ઞાનજ્યોત સ્કૂલની બે વિદ્યાર્થિનીને પાછળથી જકડી સ્કૂલ-સંચાલક દિનેશ જોશીએ છેડતી કરી હતી. આ કેસમાં વગદાર સંચાલક સતત ચોથા દિવસે પોલીસ પકડથી દૂર છે. તેની પત્ની સીમા જોશી જિલ્લા ભાજપનાં મહિલા અગ્રણી છે. હવે પતિને બચાવવા માટે સીમા જોશી પીડિત વિદ્યાર્થિની અને શિક્ષિકાને ફોન પર બેક્ષમ ધમકી આપતી ઓડિયો-ક્લિપ વાઇરલ થઈ છે, જેમાં સીમા જોશી છાત્રાને કહે છે, હું તો ઇન્દ્રની અપ્સરા છું, મારો પતિ મને મૂકી તારી સામે જુએ કે થૂંકે પણ નહીં તેમજ વિદ્યાર્થિનીને બેફામ ગાળો પણ આપે છે.ત્યારે તેમની આ ધમકીનો કથિત ઓડિયો વાયરલ થયો છે. સાથે જ તેઓ ઓડિયોમાં કહી રહ્યા છે કે, “હું ઇન્દ્રની અપ્સરા છું, મને મૂકીને મારો પતિ તારી સામે જુએ કે થૂંકે પણ નહિ.” જોકે આ સમગ્ર મામલે ઓડિયો-ક્લિપ વાઇરલ થતાં ભાજપ મહિલા અગ્રણી સીમા જોશીએ જણાવ્યું હતું કે મેં કોઈ વિદ્યાર્થિની કે શિક્ષિકાને ધમકી આપી નથી.

શિક્ષિકા પ્રિયંકા તો મારી ભાણી છે, તેને હું શું કામ ધમકી આપું. આ અમને બદનામ કરવાનું કાવતરું છે.ભાજપના મહિલા અગ્રણી પતિ વિરુદ્ધ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. નવી મેંગણી ગામે આવેલી જ્ઞાનજ્યોત સ્કૂલના સંચાલક દિનેશ જોશી વિરુદ્ધ તેની જ શાળાની બે વિદ્યાર્થિની સાથે અડપલાં કરવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે દિનેશ જોશીના પત્ની સીમાબેન જોશીએ ભોગ બનનાર અને શિક્ષિકાને ધમકાવતા હોય તેવી કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. સીમાબેન જોશી ભાજપ મહિલા મોરચાનાં હોદ્દેદાર છે. સીમા જોશીએ પીડિતા અને શિક્ષકને ફોન પર ધમકાવતા કહ્યું હતું કે, ” હું ઇન્દ્રની અપ્સરા છું, મને મૂકીને મારો પતિ તારી સામે જુએ કે થૂંકે પણ નહિ.” સીમાબેને ધમકાવ્યા બાદ તેના પુત્રએ ફોન પર વાત કરીને પીડિતાઓને પોલીસ બોલાવીને ફિટ કરી દેવાની ધમકી આપી હતી.

Advertisement

Share

Related posts

આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ સાથે ગેરવર્તન કરનાર ભરૂચ તાલુકાના ઉમરાજના તલાટી કમ મંત્રીની માહીતી આયોગ કોર્ટે ધૂળ કાઢી…

ProudOfGujarat

ભરૂચ : ડુંગરી વિસ્તારમાં વહેલી તકે પાણીની ટાંકી બનાવવા અંગે રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં વધુ ત્રણ દર્દીઓને કોવીડ હોસ્પિટલમાંથી રજા અપાઈ જીલ્લો કોરોના મુકત બનશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!