Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટ : દારૂના નશામાં હેડ કોન્સટેબલ ભાન ભૂલ્યો : રંગરેલીયા મનાવવા સરકારી ગાડીનો કર્યો ઉપયોગ

Share

રાજકોટ ગ્રામ્ય પોલીસ માટે શરમજનક ઘટના સામે આવી છે. લોકોની રક્ષક ગણાતી પોલીસ ખુદ નિયમોના લીરેલીરા ઉડાડતી નજરે ચડતા જોવા મળ્યા દારૂબંધી છે તેમછતાં દારૂની રેમછેલમ થઈ રહી છે એમાં પણ પોલીસ હેડ કોન્સ્ટેબલ જ ટલી થઈ નજરે ચડતો જોવા મળ્યો . એક ઘટના રાજકોટ ગ્રામ્યમાં બની છે. શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ અશ્વિન મકવાણા પીધેલી હાલતમાં યુવતી સાથેકઢંગી હાલતમાં જોવા મળતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.

કોટડાસાંગાણી તાલુકાનાં શાપર-વેરાવળ ગામથી ઢોલરા રોડ ઉપર હેડ કોન્સ્ટેબલ દારૂના નશાની હાલતમાં રંગરેલીયા કરતો હતો. આથી સ્થાનિક લોકોએ તેને રંગેહાથ ઝડપી લીધો હતો. બાદમાં લોકો માર મારતા હતા અને ફુલેકું ફેરવી રહ્યાં હતા ત્યારે પોલીસ સ્ટેશનના PI દોડી આવ્યા હતા. PIએ સ્થાનિકો લોકોના મોબાઇલ જપ્ત કરી લીધા હતા. આથી લોકો રોષે ભરાયા હતા. સ્થાનિક લોકો સાથે શાપર-વેરાવળ પોલીસે ગેરવર્તન કર્યું હતું.

Advertisement

બનાવની વિગત અનુસાર રાજકોટના ઢોલરા ગામે એક કાર પર ગ્રામજનોની નજર પડતા શંકાસ્પદ ગતિવિધિ જણાઈ હતી.જે દરમિયાન ગ્રામજનોએ કારમાંથી શાપર વેરાવળ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ અશ્વિન મકવાણાને પીધેલી હાલતમાં યુવતી સાથે ઝડપી પાડ્યો હતો. અને રંગરેલીયા મનાવે તે પહેલાં જ કારમાંથી બહાર કાઢી પોલીસને હવાલે કર્યો હતો. સ્થાનિક લોકોએ રંગરેલીયા કરતા હેડ કોન્સ્ટેબલને રંગેહાથ ઝડપ્યો ત્યારે તે પટ્ટો ઉતારી લોકોને મારવા દોડ્યો હતો. પીધેલી હાલતમાં અશ્વિન મકવાણાને બચાવવા સ્થાનિક પોલીસે પણ પ્રયાસ કર્યો હતો.

જોકે ગ્રામજનોએ અશ્વિન મકવાણાની લીલા પોતાના મોબાઇલમાં કેદ કરી લીધી હતી. આ બનાવ અંગે રાજકોટ જિલ્લા પોલીસ વડા (SP)એ જણાવ્યું હતું કે, હાલ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ છે. આજે સાંજ સુધીમાં રિપોર્ટ તૈયાર થયે જ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવા સુધીનાં પગલા ભરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ખાખીના નામે કલંક ગણાતા પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. સમગ્ર કાંડ બહાર આવતા લાજવાની બદલે હેડ કોન્સ્ટેબલ અશ્વિન મકવાણા ગાજ્યો હતો. હું પોલીસ ખાતામાં છું તેમ કહી ખાખીનો ડર બતાવી પોતાની કરતૂતોને ઢાંકવાનો પ્રયાસ કર્યો.

એટલું જ નહીં સૂત્રોના જણાવ્યા અનુસાર ગ્રામજનો સાથે હાથાપાઈ પર ઉતરી આવતા લોકોએ પોલીસને જાણ કરી હતી.શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ અશ્વિન મકવાણા પર ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ એસપી બલરામ મીણાએ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ પણ કર્યો છે.


Share

Related posts

નર્મદા જીલ્લાનાં આમલેથા પોલીસ સ્ટેશનનાં જુગારનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

ProudOfGujarat

સુરત: રાહુલ ગાંધી એરપોર્ટથી સીધા સુરત કોર્ટમાં હાજરી આપવા પહોંચ્યા: ચોરની અટક ‘મોદી’ કેમ હોય છેના નિવેદન બાદ થયો હતો કેસ

ProudOfGujarat

ડેડીયાપાડાથી નિવાલ્દા જતા રસ્તા ઉપર ઊડતી ધૂળથી સ્થાનિક રહીશો પરેશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!