Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટ કે સાણંદમાં 2500 કરોડના ખર્ચે ટોય પાર્ક બનશે

Share

છેલ્લાં બે-ત્રણ વર્ષમાં ગુજરાતમાં અનેક મોટા પ્રોજેક્ટની સ્થાપના થઈ છે. ખાસ કરીને સ્ટેચ્યૂ ઓફ યુનિટી તેમજ મોટેરા સ્ટેડિયમને કારણે ગુજરાતે આજે માત્ર દેશ જ નહીં, પણ વિદેશમાં પણ એક અલગ ઓળખ ઊભી કરી છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર ખાતે દેશના અનોખા રેલવે સ્ટેશનનું ઉદઘાટન કર્યું હતું. ત્યારે હવે વધુ એક મોટા પ્રોજેક્ટની ચર્ચા ચાલી રહી છે. ગુજરાતના સાણંદ અથવા રાજકોટમાં 2500 કરોડના ખર્ચે ટોય પાર્ક બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે, જ્યાં બાળકો માટે ઈન્ટરનેશનલ ક્વોલિટીનાં ટોય બનાવવામાં આવશે.ગુજરાત સરકાર દ્વારા આ પ્રોજેક્ટ માટે અમદાવાદના સાણંદ તેમજ રાજકોટ ખાતે 250 એકર જમીન નક્કી પણ કરવામાં આવી છે, જ્યાં ગુજરાત ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ટોય પાર્ક બનાવવામાં આવશે. આ પાર્કમાં બાળકો માટે અલગ-અલગ ગેમ્સની વ્યવસ્થા હશે, સાથે જ તેમનાં માટે ઈમ્પોર્ટેડ ટોય્સ પણ તૈયાર કરવામાં આવશે. આ ટોય પાર્ક તૈયાર થયા બાદ એમાંથી 10,000 કરોડનો વેપાર તેમજ 30,000ની આસપાસ લોકોને રોજગાર પણ મળી શકે છે. અત્યારસુધી ભારતમાં લગભગ 80% રમકડાં ચાઇનાથી આયાત કરવામાં આવી રહ્યાં હતાં, પરંતુ કોરોનાને પગલે આયાત ઓછી થઈ ગઈ છે, સાથે જ હવે દેશ આત્મનિર્ભર બની ભારતમાં જ ટોય ઈન્ડસ્ટ્રી વિકસિત કરી રહ્યા છે.

હાલની સ્થિતિની વાત કરીએ તો ટોય ઈન્ડસ્ટ્રીમાં ગુજરાત દેશનાં અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણું પાછળ છે. દેશભરના કુલ રમકડાં ઉદ્યોગમાંથી માંડ 1 ટકો ફાળો ગુજરાતનો છે, આથી રાજ્ય સરકાર દ્વારા ટોય ઈન્ડસ્ટ્રીને ગુજરાતમાં વધુ આગળ લઈ જવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. વિશ્વભરમાં ટોય ઈન્ડસ્ટ્રી ચાઈનામાં સૌથી વધુ છે, પરંતુ કોરોનાકાળથી જ અનેક દેશોએ ચાઈના સાથે પોતાનો વેપાર ઓછો અથવા તો બંધ કરી દીધો છે, જેને પગલે હવે આ વિદેશી કંપનીને ભારતમાં રોકાણ કરાવવા માટે આકર્ષિત કરાઈ રહી છે. ખાસ કરીને ગુજરાતમાં રો-મટીરિયલથી લઈને પોર્ટ જેવી સુવિધાઓ હોવાથી વિદેશી ઈન્વેસ્ટરો અહીં રોકાણ કરવામાં આકર્ષિત થઈ શકે છે.સુરત અને ઉધનાના રેલવે સ્ટેશનને નવો અવતાર આપવાનો પ્લાન છે. આ ‘રેલ પોલીસ’ પ્રોજેક્ટ એક મિની સ્માર્ટસિટી જેવો લુક આપશે. સુરત રેલવે સ્ટેશન 3,40,131 ચોરસ મીટર, જ્યારે ઉધના સ્ટેશન 7,38,088 ચોરસ મીટર વિસ્તારમાં વિકસાવવામાં આવશે. આ સ્ટેશન પર રહેવાની, કામ કરવાની, ગેમ્સ તેમજ રાઈડ કરવાની મજા માણી શકાશે. IRSDCએ જણાવ્યું છે કે કોર્પોરેશનનો ઉદ્દેશ ગુજરાતનાં આ રેલવે સ્ટેશનોને “ઇન્ટિગ્રેટેડ ઈન્ડિયન રેલવે” સ્ટેશનો અને સબ-સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ તરીકે રિડેવલપ કરવાનો હતો, જેથી સ્ટેશન એસ્ટેટ તેમજ આસપાસના વિસ્તાર ટ્રાન્ઝિટ ઓરિયેન્ટેડ ડેવલપમેન્ટનો ઉપયોગ કરીને ક્ષેત્રોને બદલી શકે છે.

Advertisement

નવીનીકરણ કરાયેલા સુરત સ્ટેશનમાં પેસેન્જર ઇન્ટરચેન્જ પ્લાઝાની સાથે રાહદારીઓની જોગવાઈ રહેશે, જેમાં રેલવે પ્લેટફોર્મ, સૂચિત મેટ્રો રેલ, રાજ્ય અને શહેર બસ ટર્મિનલ્સ, પાર્કિંગ અને અન્ય મનોરંજન વિસ્તારોને સીમલેસ ઇન્ટર-કનેક્ટિવિટી આપવામાં આવશે. એવી જ રીતે સુરતમાં ઉધના સ્ટેશનને વધુ સારી કનેક્ટિવિટી, સ્ટેશનમાં નવા સાઇડ પ્રવેશનો વિકાસ, નવા ફૂટઓવર બ્રિજ દ્વારા પ્રસ્થાન અને આવનારા મુસાફરોની કોનકોર્સ અને અલગતાની જોગવાઈ, નવા સાઈનેજની સ્થાપના અને મનોરંજન માટે સામાન્ય વિસ્તારનો સમાવેશ થશે. IRSDCના જણાવ્યા અનુસાર, આ બે સ્ટેશનના રિડેવલપમેન્ટનો ખર્ચ ચાર વર્ષના સમયગાળા દરમિયાન અંદાજે રૂ.1,285 કરોડ થશે.


Share

Related posts

ભરૂચ ના શુકલતીર્થ ગામ ખાતે કુમાર કન્યા શાળા ના વિદ્યાર્થીઓ ને ઉતરાણ પર્વ નિમિત્તે પતંગ દોરી નું વિતરણ કરાયું હતું

ProudOfGujarat

વિધાનસભાની ચુંટણી પુર્વે રોજ નવા સમીકરણોના મંડાણથી ઝઘડિયા વિસ્તારમાં ચકચાર !

ProudOfGujarat

વડોદરાનાં મંગળ બજારમાં PUMA કંપનીના નામે ડુપ્લીકેટ શૂઝ અને ચપ્પલનું વેચાણ કરતાં બે વેપારીઓની અટકાયત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!