Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટમાં મહિલાએ PM અને CM ના ફોટા સાથે વેક્સિનની નાની બોટલવાળી રાખડી બનાવી : લોકોને વેક્સિન લેવા કરી અપીલ.

Share

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક સમા રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે રાજકોટમાં રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં લઈને એક મહિલા અવનવી રાખડી બનાવી રહી છે. આ વર્ષે રાજકોટમાં નવો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેમાં મહિલા દ્વારા લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરતી રાખડી બનાવવામાં આવી છે, જેમાં માસ્ક અને સેનિટાઇઝર, ફાફડા-જલેબી, કાર, આઈફોન, વેફર, ડેરી મિલ્ક અને મોદી-રૂપાણીના ફોટા સાથે વેક્સિનની નાની બોટલવાળી રાખડી બનાવવામાં આવી છે.

આ રાખડી બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. શહેરના એરપોર્ટ રોડમાં રહેતાં અને છેલ્લાં ચાર વર્ષથી રક્ષાબંધનને લઈને અવનવી રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં દર વર્ષની જેમાં આ વખતે તેઓ એક નવો કન્સેપ્ટ લાવ્યા છે. રક્ષાબંધનના તહેવારમાં બહેન ભાઈને રક્ષાના પ્રતીકરૂપે રાખડી બાંધે છે અને હાલ કોરોનાકાળમાં વેક્સિન પણ એક સુરક્ષાનું પ્રતીક છે. ત્યારે આ બંનેનો સમન્વય કરી રાખડી બનાવી છે અને લોકોને ‘વેક્સિન લો અને સુરક્ષિત રહો’ નો મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વેકસિન રાખડીમાં PM મોદી અને CM વિજય રૂપાણીના ફોટા સાથે વેક્સિનની નાની બોટલ મૂકવામાં આવી છે, સાથે જ લોકોને વેક્સિન લેવા માટે પ્રેરણા મળે એવા જુદા-જુદા મેસેજ પણ આ રાખડીઓ પર લખવામાં આવ્યા છે.

Advertisement

જોકે ખરેખર વેક્સિન તો બૂથ પર જઈને જ લઈ શકાશે, પણ રાખડી દ્વારા આ માટેની પ્રેરણા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મારી અપીલ છે કે જેમણે વેક્સિન નથી લીધી તેઓ તરત લઇ લે અને દેશને કોરોનામુક્ત બનાવવામાં સહયોગ આપે.


Share

Related posts

આમોદ શહેરનું મેઈન બજાર લોકોનાં અવર જવરથી ધબકતું થયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે તથા તાબાની કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું.

ProudOfGujarat

પાલેજમાં પ્રિમોન્સૂન કામગીરીનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!