Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

જસદણમાં બે અજાણ્યા શખ્સોએ કારની બંને તરફથી કર્યું 3 રાઉન્ડ ફાયરિંગ

Share

જસદણમાં ગોકુલચોકમાં રહેતા ઇકબાલભાઈ સાલેભાઈ કથીરી કાર નં.GJ-03JC-3786 લઈને ઘરેથી બાયપાસ રોડ પર આવેલ ખીમાણી પેટ્રોલિયમ તરફ જતા હતા. ત્યારે તેમની કાર સ્મશાન નજીક પહોંચતા બાઈક નં.7587 પર જસદણનો મૌસીન ફકીર અને એક અજાણ્યો શખ્સ ધસી આવ્યો અને ઇકબાલભાઈની કાર પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. ફાયરીંગ કર્યા બાદ બન્ને શખ્સો બાઈક લઈને નાસી છૂટ્યા હતા. આ બનાવમાં કારચાલક ઇકબાલભાઈનો ચમત્કારિક બચાવ થયો હતો કારણકે ફાયરિંગ કરનાર શખ્સોએ કારની બન્ને સાઈડ ફાયરિંગ કર્યું હતું.

ફાયરિંગની ઘટનાને પગલે જસદણ પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ. જે.બી.અગ્રાવત, યુવરાજસિંહ સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો અને ફાયરિંગ કરનાર બન્ને શખ્સો કોણ હતા તેની તપાસ આદરી હતી. બનાવ સ્થળેથી પોલીસને ત્રણ ખાલી કારતુસ મળી આવ્યા હતા. આ બનાવની જસદણ શહેરમાં વાયુવેગે વાતો વહેવા લાગતા લોકોના ટોળેટોળા બનાવ સ્થળે એકઠા થઇ ગયા હતા. ખાનગી સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે ફાયરિંગ કરનાર મૌસીન ફકીર છેલ્લા બે કલાકથી ઇકબાલભાઈનાં સંપર્કમાં હતો.

Advertisement

Share

Related posts

ભરૂચના શક્તિનાથ સર્કલ પર પડોશી ચાઈનીઝનું પાર્સલ લેવા જતા એકટીવા ચોરાઈ ગઈ

ProudOfGujarat

“વિશ્વ દિવ્યાંગ દિન” નિમિત્તે કલરવ સ્કુલ ભરૂચ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચના રેલ્વે બ્રિજની અંકલેશ્વર તરફથી એક વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર

ProudOfGujarat
error: Content is protected !!