Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટના જાણીતા વકીલ અતુલ સંઘવીનું FB લાઈવ દરમિયાન થયું મોત.

Share

રાજકોટ શહેરના જાણીતા અને અનુભવી વકિલ અતુલ સંઘવીનું ફેસબુક લાઈવ દરમિયાન હાર્ટ એટેકના કારણે મૃત્યુ થતાં વકિલ જગત અને સગા-સંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી માહિતી અનુસાર, આ ઘટના ગુરુવાર રાતની છે. રાજકોટના અતુલ સંઘવી રોજના નિત્યક્રમ મુજબ સોશિયલ મીડિયા પર લાઈવ થઈને ગીત-સંગીતમાં મગ્ન હતા ત્યારે જ તેમને હાર્ટઅટકે આવ્યો હતો, જેના કારણે તેમનું લાઈવ દરમિયાન જ મોત નીપજ્યું હતું. અહેવાલો અનુસાર અતુલભાઈ 61 વર્ષની વયે નિધન થયું છે.

તેઓ દરરોજ સોશિયલ મીડિયા પર લાઇવ થઈને ઓલ્ડ સોંગ્સ સાંભળી આનંદ માણતા હતા. આ દરમિયાન ગુરુવારે રાતે પણ તેઓ નિત્યક્રમ મુજબ સોશિયલ મીડિયા પર લાઈવ થઈને સોંગ્સ સાંભળતા હતા ત્યારે અચાનક તેમને હાર્ટઅટેક આવતા તેઓ તરફડિયાં મારવા માંડ્યા અને અંતે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું.

Advertisement

જો કે, આ દરમિયાન લાઈવ નિહાળી રહેલા લોકો પણ ‘અતુલભાઈ શું થયું?’ સહિતની કોમેન્ટ્સ કરી રહ્યા હતા. કોરોનાની મહામારી અતુલભાઈ સંધવીએ ઓક્સિજન સહીતની સેવા રાત દિવસ બોલબાલા ટ્રસ્ટમાં બજાવી હતી.

તેઓઓ શહેરના પોલીસકર્મીઓના પરિવારો માટે પણ ઉત્તમ કામો કર્યા છે. અતુલભાઈના નિધનથી લોકોએ એક સારા વકીલની સાથે સાથે કોરોના વોરિયર પણ ગુમાવ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન દર્દીઓને ઑક્સિજન માટે ખૂબ જ તકલીફ પડી હતી.

આ ઉપરાંત હૉસ્પિટલોમાં પણ બેડ ખૂટી પડી હતી.અતુલભાઇ સંઘવીના લાઈવનો વિડીયો થયો વાયરલ થયો છે. અતુલભાઇ સંઘવી એક જાણીતા વકીલની સાથે સાથે સામાજીક આગેવાન પણ હતા. અતુલભાઇ સઘવીનું નિધન થતાં સામાજિક ક્ષેત્રના લોકોમાં દુખનું મોજુ ફરી વળ્યું છે.


Share

Related posts

ગુજરાત ચૂંટણી-સર્વે થયું છે કે નહીં, તેવી બાબતો જાણવા માટે સર્વે એજન્સીઓ કામે લાગી.

ProudOfGujarat

મોરવા હડફ તાલુકાની દાંતિયાવર્ગ પ્રા. શાળામાં વિવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

લીંબડી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી લાઈન લીકેજ થતાં મેઈલ વોર્ડમાં પાણી ભરાયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!