Proud of Gujarat
FeaturedGujaratINDIA

એઈમ્સને જોડતા ફોરલેન સિક્સલેન રોડને મળી મંજૂરી : 1,200 કરોડના ખર્ચે અત્યાધુનિક એઇમ્સ હોસ્પિટલ બનશે.

Share

રાજકોટમાં બનનારી એઇમ્સને લઇને સૌથી મોટા સમાચાર આવ્યા છે. રાજકોટમાં બનનારી એઈમ્સની ડેડલાઈન જાહેર કરી દેવામાં આવી છે અને આગામી બે વર્ષમાં તેનું કામકાજ પૂર્ણ કરી લેવા આવનાર છે ત્યારે એઈમ્સને લઈને વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે.રાજકોટ એઈમ્સન માટે ફોર લેન અને સિક્સ લેન રોડ બનવા જઈ રહ્યો છે. પરાપીપળીયાથી એઈમ્સ સુધીનો રસ્તો બનનાર છે જે નવેમ્બર સુધીમાં તેનું કામકાજ પૂર્ણ કરી લેવામાં આવશે

એઈમ્સ હોસ્પિટલના વિભાગોને લઈ રોડ મેપ પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે, તેમજ OPD શરૂ થયા બાદ મેડિસિન, ફાર્મસી વિભાગ પણ શરૂ કરવામાં આવનાર છે .આગામી 2022 પહેલા રાજકોટમાં એઇમ્સનું લોકાર્પણ કરવાનો દાવો કર્યો છે. એઇમ્સ શરૂ થતા જ ન માત્ર રાજકોટ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રને ઉચ્ચકક્ષાની તબીબી સારવાર રાજકોટમાં મળી શકશે. મહત્વનું છે કે શહેરના પરાપીપડીયા અને ખંઢેરી ગામ પાછળ ૧ર૦ એકર જમીન એઇમ્સ માટે સરકારે ફાળવી હતી.

Advertisement

રાજકોટમાં બારસો કરોડના ખર્ચે આ અત્યાધુનિક હોસ્પિટલ બનશે. રાજકોટમાં પરાપીપડીયા તેમજ ખંઢેરી ગામ પાસેની 120 એકર જમીન ઉપર એઇમ્સ હોસ્પિટલ બનનાર એઇમ્સ હોસ્પિટલમાં તમામ ગંભીર પ્રકારના રોગોમાં પણ દર્દીઓને ગુજરાતમાં આધુનિક સાધનો, લેબોરેટરી, અત્યાધુનિક રિસર્ચ સેન્ટર સહિત તમામ પ્રકારની સવલતોનો લાભ મળતો થશે. એઇમ્સ હોસ્પિટલમાં મેડિકલ કોલેજની સાથે સાથે તબીબી સંશોધનો થશે.મહત્વનું છે કે એઇમ્સનું બાંધકામ ચાર વર્ષમાં પૂર્ણ કરી લેવામાં આવશે

હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજમાં એમબીબીએસ માટે 100 બેઠકો ફાળવાશે જેથી ગુજરાતના વિદ્યાર્થીઓને પણ મોટો લાભ થશે સૌરાષ્ટ્રના દર્દીઓને આરોગ્યસેવાનો મોટો લાભ મળશે એઇમ્સને કારણે હાર્ટ, કેન્સર, ન્યૂરો સર્જરી જેવી સારવાર રાજકોટમાં ઉપલબ્ધ થશે.એઈમ્સને કારણે મોટી સંખ્યામાં આરોગ્ય કાર્યકરો અને તબીબો સૌરાષ્ટ્રને મળવા લાગશે નવી મેડિકલ કોલેજને કારણે નવા તબીબોની સંખ્યા વધશે.

20 સુપર સ્પેશિયાલિટી વિભાગો હોવાથી દરેક પ્રકારના દર્દની સારવાર અને ઓપરેશન થઇ શકશેન્યુરો સર્જરી, એન્જિયોપ્લાસ્ટી, હાર્ટ સર્જરી, ની રિપ્લેસમેન્ટ, પેડિયાટ્રિક સર્જરી, બાયપાસ, ટ્રાન્સપ્લાન્ટ, કેન્સર સર્જરી આ સિવાય અનેક લાભો મળશે. જેમ કે, 750 બેડ, દરરોજ 1500 દર્દીઓની ઓપીડી, 100 એમબીબીએસ અને 60 બી.એસ.સી ની સીટ ધરાવતી મેડિકલ કોલેજ પણ મળશે. જેને પગલે સૌરાષ્ટ્રવાસીઓ માટે આ સૌથી મોટી સુવિધા બની જશે.


Share

Related posts

રાજપીપળા પાલિકાનાં વાયરમેન સુરક્ષા સાધન વિના કામ કરતા હતા ત્યારે થાંભલા પરથી નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચી.

ProudOfGujarat

વડોદરા : ગુજરાત સરકાર હસ્તકની શાળા – કચેરીઓમાં બાબાસાહેબ આંબેડકરની છબી મુકવા મૂળનિવાસી એકતા મંચની માંગ.

ProudOfGujarat

ભરૂચ : નબીપુર ખાતે અજમેર શરીફ સ્થિત હજરત ગરીબ નવાઝના 810 મા ઉર્સ શરીફની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!