Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચે ગેરકાયદેસર પિસ્ટલ અને કાર્ટિસ સાથે એક આરોપીની ધરપકડ કરી.

Share

રાજકોટ શહેરમાં ગેરકાયદે હથિયારો અન્ય પ્રાંતમાંથી જિલ્લામાં ઘુસાડી ગુનાહિત ઘટનાઓને અપાતા અંજામ ઉપર નજર રાખવા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એલ.સી.બી. અને એસ.ઓ.જી ટીમ સક્રિય થઈ હતી.

મળેલ બાતમીને આધારે રાજકોટ કુંવાડવારોડ, ડી. માર્ટ સામે મારુતિ નગર મેઈન રોડ ઉપરથી દેશી બનાવટની પીસ્ટલ તથા જીવતા બે નંગ કાટીર્સ સાથે આરોપી રઘુભાઈ ધારાભાઈ મુંધવાની રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પિસ્તોલ નંગ એક જેની કિંમત 10,000/- સાથે બે જીવતા કાર્ટિસ જેની કિંમત 200/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આરોપી રઘુભાઈ ધારાભાઈ મુંધવા અગાઉના વર્ષ 2016-18-19 માં જુગારના કેસમાં રાજકોટ બી ડીવીઝન પોલીસ સ્ટેશન તથા ચોટીલા પોલીસ સ્ટેશન તથા થાન પોલીસ સ્ટેશન અને જામનગર ખાતે પકડાયેલ હતો. પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે આરોપીને હથિયાર રાખવાનો પોતાનો શોખ હોવાને કારણે હથિયાર રાખતો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચના અંતરિયાળ વિસ્તારોમાં વરસાદી ઝાપટા : વાલિયા પંથકમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો.

ProudOfGujarat

ભરૂચ : 24 કલાકમાં પ્રોહિબિશનનાં બે કેસો શોધી કાઢતી નેત્રંગ પોલીસ…જાણો વધુ.

ProudOfGujarat

વિશ્વ યોગ દિવસની ઉજવણીના આયોજનના ભાગરૂપે સિહોર પ્રાંત ઓફિસ ખાતે મળેલી બેઠક..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!