Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજકોટના પોશ ગણાતા યાજ્ઞીક રોડ પર ત્રણ યુવાનો વચ્ચે મારામારી થઈ.

Share

રાજકોટમાં વધુ એક મારામારીની ઘટના સામે આવી છે. શહેરના યાજ્ઞિક રોડ પર ગઇકાલે સાંજના સમયે બે યુવાને અન્ય એક યુવાન પર પથ્થર વડે હુમલો કરી એકબીજા સાથે ઝપાઝપી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

જોકે આ અંગે અત્યાર સુધીમાં કોઇ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી અને સમાધાન થઈ ગયાનું જાણવા મળ્યું છે. મારામારી થતાં જ આસપાસમાંથી લોકોનાં ટોળાં એકત્ર થઇ ગયાં હતાં. રૂપિયાની લેતીદેતી મામલે ત્રણેય યુવાનો મારામારી પર ઊતરી આવ્યાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર ચંદુભાઇ ભેળવાળાની દુકાન નજીક સાંજના સમયે બેથી ચાર લોકો બેઠા અને અંદરોઅંદર ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ મામલો ગરમાયો હતો.

Advertisement

બાદમાં એકબીજા સાથે ઝપાઝપી કરી હતી અને પથ્થર ઉપાડી મારવા માટે કોશિશ કરી હતી. જોકે સામેવાળી વ્યક્તિએ પણ પ્રતિકાર કર્યો હતો અને બંને યુવાન પર તૂટી પડ્યો હતો અને માર મારવા લાગ્યો હતો.આ મારામારીની ઘટનામાં રૂપિયાની લેતીદેતી કારણભૂત હોવાનું સામે આવી રહ્યું છે. વાઇરલ વીડિયો અંગે એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે શનિવારે સાંજે રાજકોટના રેસકોર્સ રોડ પર રૂપિયાની લેતીદેતી મામલે મારામારીની ઘટના સામે આવી હતી, જેમાં પ્રદ્યુમન નગર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટમાં ગઇકાલે ઇન્ટર્ન તબીબો વચ્ચે માથાકૂટ થયાની ઘટના સામે આવી હતી. સિવિલ હોસ્પિટલની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં સિનિયર તબીબો દ્વારા તેના જુનિયરને ‘તને સીધો કરવાનો છે’ કહી ઢીંકાપાટુનો માર માર્યો હતો. આ અંગે પીડિત જુનિયર તબીબ ડો.ધવલે આરોપી વિરુદ્ધ પ્ર.નગર પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.


Share

Related posts

આલીપોર હાઇસ્કુલ પ્રાથમિક વિભાગમાં બાળકોના ધ્યેય નિર્માણ જાગૃતિ માટે વાલી સેમિનારનું આયોજન.

ProudOfGujarat

સાઉથ આફ્રિકામાં વસતા ભરૂચ જિલ્લાના પરિવાર-મિત્રમંડળ દ્રારા કોવિડ હોસ્પિટલો માટે ૧૬.૨૧ લાખના ખર્ચે આધુનિક મશીનો દાન કરાયા

ProudOfGujarat

લોકડાઉનમાં ફસાયેલ મજૂરોની વ્યથા : રાજપીપળા ખાતે આવી પહોંચેલા મજૂરો વતન જવા નીકળયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!