Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટમાં ભાઈએ પિતરાઈ બહેનને બ્લેકમેઇલ કરી અનેક વખત દુષ્કર્મ ગુજારતાં 5 મહિનાની ગર્ભવતી બનાવી.

Share

રાજકોટમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં શહેરના પોશ વિસ્તારમાં રહેતી સગીરાને અચાનક ચક્કર આવતાં તેને હોસ્પિટલે લઈ જવામાં આવી હતી, જ્યાં તબીબ દ્વારા ચેક કરાતાં તે પાંચ માસની સગર્ભા હોવાનું જણાતાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

આ અંગે સગીરાની માતાએ પૂછપરછ કરતાં તેના પિતરાઈ ભાઈ દ્વારા જ તેના પર અનેક વખત દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી બનાવી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ અંગે સગીરાની માતાએ આજીડેમ પોલીસ મથકમાં આરોપી પિતરાઈ ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે મારી સગીર વયની દીકરી જે ધો.12 માં અભ્યાસ કરે છે તેણે પોતાના ફ્રેન્ડ સમીર સાથે સોશિયલ મીડિયામાં વાતચીત કરતી હોય, જે વાતની જાણ ભૌતિક ઉર્ફે રવિ જેઠવાને થતાં તેણે મારી પુત્રીનો ફોન લઇ એમાંથી વાતચીતનો સ્ક્રીનશોટ પાડી પોતાના મોબાઇલમાં લઇ લીધો હતો. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે ત્યારબાદ ભૌતિકે પુત્રીને બ્લેકમેઇલિંગ કરવાનું શરૂ કર્યું હતું. ભૌતિક ઉર્ફે રવિએ સગીરાને કહ્યું હતું, હું તને જેમ કહું એમ નહિ કરે તો પોતાના મોબાઇલમાં રહેલા સ્ક્રીનશોપ પિતાને બતાવી દઇશ અને તને તથા તારી માતાને જાનથી મારી નાંખીશ એવી ધમકીઓ આપતો હતો. એકવાર સગીરાને બળજબરીથી મવડી ચોકડીએ આવેલી ભૌતિક ઉર્ફે રવિએ પોતાની ફાઇનાન્સની ઓફિસમાં લઇ જઇ ઇચ્છા વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું.

Advertisement

આમ છ માસમાં બે-બે વાર દુષ્કર્મ ગુજારી સગીર પુત્રીને ગર્ભવતી બનાવી હતી. આજીડેમ પોલીસે મહિલાની ફરિયાદને આધારે આરોપી સામે અપહરણ, દુષ્કર્મ, પોકસો અને ધમકી સહિત IPC ની કલમ 363, 366, 376 (2) (N), 506(2), પોકસો એકટ 5 (J)(2) અને 6 મુજબ ગુનો નોંધી PI વી.જે.ચાવડા અને રાઇટર જાવેદભાઇ રિઝવીએ આરોપી ભૌતિક ઉર્ફે રવિ પ્રવીણભાઇ જેઠવાની શોધખોળ શરૂ કરી છે.


Share

Related posts

વાલિયા-ચાસવાડ માર્ગ ઉપર ઇકો કારમાં આગ ભભુકી ઉઠતા દોડધામ, સદનસીબે કોઇ જાનહાની નહીં

ProudOfGujarat

નેત્રંગ તાલુકા પંચાયતના નવા ટીડીઓનું પદાધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ ઇનરવિલ ક્લબ અને પોલીસ ડિપાર્ટમેન્ટના સહયોગ દ્વારા ક્રિસમસ અને સાયકલ ઇવેન્ટ યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!