રાજકોટમાં કોરોના કેસની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી છે. આજે બપોર સુધીમાં 8 કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 42455 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 671 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે ગુરૂવારે 18 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.
રાજકોટ સિવિલ હોસ્પિટલે કોરોનાની જેમ હવે મ્યુકોરમાઈકોસિસના મૃત્યુઆંક છૂપાવવાનું શરૂ કરી દીધું છે. જે વિદ્યાર્થીઓ ફોરેન ભણવા જવા ઇચ્છુક હોય તેમના માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર લીંક મુકવામાં આવી છે, જેના પર વિદ્યાર્થીએ જરૂરી માહિતી ભરવાની રહેશે. જે વિદ્યાર્થીઓએ કોવીશીલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધો હોય અને તેમને ફોરેન જવાનો સમય થઇ ગયો હોય તેવા વિદ્યાર્થીઓ કોવીશીલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધાના 28 દિવસ બાદ કોવીશીલ્ડ વેક્સિનનો બીજો ડોઝ લઇ શકશે. આવા વિદ્યાર્થીઓ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેક્સિન લેવા માટે રામનાથ પરા આરોગ્ય કેન્દ્ર (એડ્રેસ: 21-રામનાથ પરા, માળિયાનો ઉતારો, મેટ્રો પાનની પાસે) ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો સમય સવારે 9 થી 12 વાગ્યા સુધીનો રહેશે.