: રાજકોટ જીલ્લાના ધોરાજી માં છેલ્લા ધાણા સમય થી ધાર્મિક સ્થળો ને નિશાન બનાવવા માં આવ્યા છે
ધોરાજી માં છેલ્લા ધાણા સમય થી ધાર્મિક સ્થળો પર હુમલાઓ તથા લૂંટ ચોરીના બનાવો વધતાં જાય છે નિલકંઠ મહાદેવ મંદિર , પ્રરણામી મંદિર , નરસંગ આશ્રમ મંદિર , ચૈતન્ય હનુમાન મંદિર , અને ધોરાજી નાં પાંજરા પોળ તથા ઘણા સ્થાનો માં ચોરી લૂંટ હુમલો દિવસે ને દિવસે વધતાં જાય છે બેફામ ગુન્હાહિત પ્રવૃતિ ઓ માં ઘટનાઓ વધતી જાય છે ત્યારે ધોરાજી પોલીસ દ્વારા મહદ્દઅંશે નિષ્ફળ રહી છે અને ગુન્હેગારો માં કોઈ પ્રકાર ની ખોફ રહયો નથી ત્યારે ધોરાજી વેપારી મંડળ ધોરાજી શહેર ની વિવિધ ધાર્મિક સંસ્થાઓ તેમજ વિવિધ સમાજ નાં પ્રમુખો દ્વારા આજરોજ પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવ્યું હતું અને તમામ આરોપી ઓને તાત્કાલિક ઝડપી લેવા તેમજ પોલીસ સ્ટાફ અને પીઆઇ ની નિમણુંક કરવા માંગણી કરવા માટે તથા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે નહીં તો આવનારા દિવસોમાં ધોરાજી બંધ નું એલાન કરવાની ચિમકી ઉચ્ચારી હતી
લૂંટ ચોરી નાં બનાવો વધતાં જાય છે પણ પોલીસ આરોપી ઓને પકડવા માટે મહદ્દઅંશે નિષ્ફળ રહેતાં ધોરાજી તમામ અગ્રણી ઓ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું :
Advertisement