સૌજન્ય-રાજકોટઃ ઉતરકાશીમાં ગંગોત્રી હાઇવે પર 13થી વધારે પ્રવાસીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી છે. જેમાં 8 પ્રવાસીઓ ગુજરાતના હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. બસ ખીણમાં પડતાં જ 8 લોકોના મોત થયા છે જેઓ રાજકોટના છે. અકસ્માત એટલો ગંભીર હતો કે સવાર કોઈ પણ વ્યક્તિનું બચવું મુશ્કેલ છે. જો કે ઉતરાખંડ SDRFની ટીમ બચાવ કામગિરીમાં લાગી છે જેમાંથી પાંચ લોકોને રેસ્ક્યુ કરાયા છે.
ખીણમાં પડેલી બસમાં રાજકોટના 7 પુરૂષો અને 2 મહિલા સહિત 9 લોકોના મોત
ગંગોત્રી હાઈ-વે પ્રવાસીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી હતી. જેમાં ગુજરાતના 9 લોકોના મોત નિપજ્યા છે. તેમાંથી 7 પુરૂષો અને 2 મહિલાઓના સમાવેશ થયા છે અને પાંચ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં હેરાજભાઈ, ભગવાનજીભાઈ, ભવાનભાઈ, ચંદુભાઈ, તુલસીભાઈ, દયાલભાઈ જાદવ અને લીલાબેન અને કંચનબેનનો સમાવેશ થાય છે…
Advertisement