સૌજન્ય-રાજકોટ: રાજકોટના રાજવી અને દાદા તરીકેનું ઉપનામ ધરાવતા મનોહરસિંહજી જાડેજાનું 83 વર્ષની જૈફ વયે નિધન થયું છે. ગુરૂવારે તેમની તબિયત અચાનક લથડી હતી. જો કે પરિવારના તમામ સભ્યો હોસ્પિટલમાં હાજર હતા. સવારે 8 થી 10 વાગ્યા સુધી મનોહરસિંહ દાદાના પાર્થિવ દેહને દર્શન માટે રાખવામાં આવશે. 10 વાગ્યા બાદ પાલખી યાત્રા નીકળશે બાદમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
માંધાતાસિંહ દ્વારા મનોહરસિંહજીની અંતિમ યાત્રા માટે પોલીસ કમિશ્નર પાસે મંજૂરી માંગવામાં આવી છે. અંતિમયાત્રાના રૂટ પર પોલીસ બંદોબસ્ત, 20 ઘોડેસવાર પોલીસ પહેરવેશ સાથે અને પોલીસ બેન્ડને અંતિમયાત્રામાં જોડાવવા માંગ કરી છે. 9 ગનની સલામી માટે ફાયરિંગ કરવા પરવાનગી લેવામાં આવી.
દાદાના લગ્ન 1949ની સાલમાં માનકુમારી દેવી સાથે થયા હતા
મનોહરસિંહજી પ્રદ્યુમનસિંહ જાડેજાનો જન્મ 18 નવેમ્બર 1935ના રોજ રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે થયો હતો. મનોહરસિંહજીને લોકો ‘દાદા’ના હુલામણા નામથી ઓળખે છે. મનોહરસિંહજી દાદા એ રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી રાજકુમાર કોલેજની અંદર અભ્યાસ કર્યો છે. દાદાના લગ્ન 1949 ની સાલમાં માનકુમારી દેવી સાથે થયા હતા..
રાજકીય કારકિર્દી
રાજકોટના મતદારક્ષેત્રમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માટે સ્થાયી મનોહરસિંહજી 1967માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટાયા હતા અને 1971 સુધી સેવા આપી હતી. મનોહરસિંહજીએ રાજકોટ મતદારક્ષેત્ર માટે 1980થી 1985 અને 1990થી 1995 સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે વધુ કાર્યવાહી કરી હતી અને નાણાંમંત્રી, યુવા સેવાઓ પ્રધાન સહિતના કેબિનેટમાં સંખ્યાબંધ પદ પર કબ્જો મેળવ્યો હતો. 1998થી તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજ્ય વિભાગ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વાઇસ પ્રેસિડન્ટ તરીકે સેવા આપી હતી.