રાજકોટ: રાજકોટના રેસકોર્સના મેદાનમાં યોજાનારા ભાતીગળ ગોરસ લોકમેળામાં છઠ્ઠાના દિવસે ઉદ્દઘાટન બાદ મેઘરાજા વિલન બનતા દર વર્ષની એવરેજ કરતા ઓછા લોકોએ મુલાકાત લીધા બાદ સાતમના દિવસે હૈયે હૈયું દળાઇ તેટલું માનવ મહેરામણ ઊમટી પડ્યું હતું અને ચારેકોર લોકોમાં રજામાં હરવા-ફરવાની મજા માણવાનો થનગનાટ જોવા મળતો હતો.
લોકમેળામાં દર વર્ષે સાતમના દિવસે સરેરાશ અઢી લાખ લોકો ઊમટ
રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્રની પ્રાંત કચેરીના વર્તુળોએ જણાવ્યા અનુસાર ગોરસ લોકમેળામાં શનિવારે સતત વરસાદી ઝાપટાં ચાલુ રહેતા આખા મેદાનમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાયું હતું અને પ્રથમ દિવસે સતત મેઘરાજાની અવર-જવરના કારણે લોકો ઓછી સંખ્યામાં આવ્યા હતા અને અંદાજે 80 હજાર લોકોએ મુલાકાત લીધી હતી. બીજા દિવસે પીડબલ્યુડીના સ્ટાફે અંદાજે 720 મેટ્રિક ટન ગ્રીડ નાખી કાદવ-કીચડથી મુલાકાતીઓને છુટકારો મેળવી દીધો હતો અને લોકોમેળો મોજથી મહાલી શકે તેવી વ્યવસ્થા ગોઠવી દીધી હતી.
સાતમના દિવસે લોકમેળો મહાલવા સવારે રૂરલ વિસ્તારમાંથી અને સાંજે શહેરીજનો નીકળી પડતા અભૂતપૂર્વ મોજમસ્તીનો માહોલ છવાયો હતો અને સાતમના દિવસે અંદાજે 1.25 લાખ લોકોએ મેળાની મુલાકાત લીધાનો અંદાજ છે. મેળામાં આવતા લોકોએ યાંત્રિક રાઇડ્સ જેવી કે ફજત ફાળકા,ટોરાટોરા, મોતનો કૂવો સહિતની મજાઓ માણી હતી. રમકડાંના સ્ટોલ પર ખરીદી માટે ભારે ધસારો જોવા મળ્યા હતા, તેમજ લોકો ખાણીપીણી અને આઇસક્રીમની છૂટથી મોજ માણી હતી.
યાંત્રિક આઈટમ, ખાણી-પીણીમાં વધુ ભાવ લેવાતા રોષ
ગોરસ મેળામાં યાંત્રિક આઈટમ અને ખાણી-પીણીમાં વધુ ભાવ લેવામાં આવતા હતા આથી સહેલાણીઓમાં રોષની લાગણી જન્મી હતી. સરકારી તંત્ર દર વખતે દાવો કરે છે કે, યાંત્રિક આઈટમો તેમજ ખાણી-પીણીમાં નક્કી કરેલા ભાવ જ લેવામાં આવશે પરંતુ, આ વર્ષે પણ કેટલાંક સ્ટોલ ધારકોએ અને યાંત્રિક આઈટમના સંચાલકોએ જ્યારે ભીડ વધી જાય ત્યારે વધુ ભાવ ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. કેટલાક લોકોએ તેનો વિરોધ પણ કર્યો હતો. પરંતુ દર વર્ષે જેમ થાય છે તે રીતે સહેલાણીઓ ફરિયાદ કરતા રહ્યા હતા અને વેપારીઓ લૂંટતા રહ્યા હતા.cortesy DB