Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટમાં સૌ પ્રથમવાર નૃત્ય કલાના કલાકારો માટે “કલ કે કલાકાર” કાર્યક્રમનું આયોજન કરાયું.

Share

નૃત્ય કલાના કલાકારો માટે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે પ્રથમ વાર “કલ કે કલાકાર” કાર્યક્રમની પૂર્વ કસોટીનું આયોજન કરાયું હતું, બે દિવસ માટે યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ ૩૭ મહિલા અને પુરૂષ કલાકારો તેમની નૃત્યકલાના કામણ રાજકોટની જનતા સમક્ષ પેશ કરશે. રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમી અને યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી, રાજકોટ દ્વારા ‘‘કલ કે કલાકાર-શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ ૨૦૨૨-૨૩’’ની પૂર્વ કસોટી(ઓડીશન) રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે યોજાઇ હતી.

આ પૂર્વ કસોટી પ્રતિયોગિતામાં ૧૭ થી ૨૫ વયના પ્રતિયોગીઓએ ૧૨ જેટલી શાસ્ત્રીય નૃત્યની કલાકૃતિઓ રજૂ કરી હતી, જેમાં ગુજરાતના વિભિન્ન રાજ્યોના નૃત્યકારોએ ભરતનાટ્યમ, કથ્થક, ઓડીસી, મણિપુરી સહિતની વિભિન્ન નૃત્ય કલાને રજૂ કરી હતી. આ અવસરે કચ્છથી આવેલ સ્પર્ધક બાગેશ્રી ચંદેએ જણાવ્યું હતું કે શાસ્ત્રીય નૃત્ય એ આગામી પેઢીને નૃત્યનો પરિચય આપે છે. અને શોખ સાથે કલાને શહેર, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્ર સુધી પહોંચવાની વિશેષ તક પુરી પાડે છે. આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેશ દિહોરા, પ્રાંત યુવા વિકાસ અધિકારી રાજેશ લકુમ, રાજકોટના સહાયક માહિતી નિયામક સોનલબેન જોષીપુરા, તેમજ નિર્ણાયકો ડો. એશ્વર્યા વોરિયર, ડો. સ્વાતિ મહેતા, સુપ્રભા મિશ્રા, અવનીબેન પગર અને કૃપલબેન સોમપુરા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડિમ્પલબેન મોદીએ કર્યું હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં કલાત્મક હિંડોળાનાં દર્શન માટે ભક્તોની ભીડ…

ProudOfGujarat

રાજ્યમાં હાર્ટએટેકથી 24 કલાકમાં 5 ના મોત, રાજકોટ-વડોદરામાં બે અને અરવલ્લીમાં એક વ્યક્તિનું મોત

ProudOfGujarat

અંકલેશ્વર: રાજપીપળા ચોકડી પરના ઓવરબ્રિજ ઉપર ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત.એકનું કરુણ મોત. જયારે પાંચ જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!