ફિટનેસ ટ્રેનર દિના પરમારને જાહેર રસ્તા પર રીલ્સ બનાવવી ભારે પડી હતો. વાહનો પસાર થાય છે ત્યાં રીલ્સ બનાવતા આ વીડિયો વાયરલ થયો હતો. ચાલું વરસાદે રસ્તા પર જ્યાંથી વાહનો પસાર થઈ રહ્યા છે ત્યાંથી યોગ કરતી યુવતીનો વીડિયો રાજકોટમાં વાયરલ થયો હતો પરંતુ ફિટનેસ ટ્રેનરને જાહેર રસ્તા પર રીલ્સ બનાવવી ભારે પડી છે.
ફિટનેસ ટ્રેનરને જાહેર રસ્તા પર રીલ્સ બનાવવી ભારે પડી છે. રસ્તા વચ્ચે યોગ કરતા વીડિયો વાયરલ થયો હતો. જ્યાંથી લોકો પસાર થઈ રહ્યા હતા ત્યાં જ આ પ્રકારે યોગ કરતા કાર્યવાહી કરવામાં આવી હતી.
જોકે, આ સમગ્ર મામલે ફિટનેસ ટ્રેનરને માફી માગી હતી એ વીડીયો પણ સામે આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર દિના પરમાર નામની ફિટનેસ ટ્રેનરે ટ્રાફિકને અડચણ થાય તેવો જાહેર રસ્તા પરનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી હતી.
આ મામલે ખૂદ ટ્રેનરે નિયમ ભંગની માફી માગી હતી. ટ્રેનરે કહ્યું હતું કે, જાહેર રોડ પર વીડિયો વાયરલ થયો હતો એ બાબતે સ્વેચ્છાએ માફી માગી હતી. આ સાથે ટ્રેનરે કહ્યું હતું કે, હું ટ્રાફિકના નિયમોનું પાલન કરું છું.