રાજકોટમાં મહિલાઓએ રોદ્ર સ્વરૂપ ધારણ કરી ચક્કા જામ કર્યા છે. રાજકોટનાં મોરબી રોડ પર આવેલ સોસાયટીમાં રહેતા લોકોને ૨૨ વર્ષ થયા છતાં પણ કોન્ટ્રાકટમાં લખેલ મુજબ કોમન પ્લોટ ન મળતા અનેક જગ્યાઓએ રહેવાસીઓએ અરજી કરી છે છતાં પણ કંઈ ઉકેલ ન આવતા અંતે મહીલાઓએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.
મળતી માહિતી અનુસાર રાજકોટના મોરબી રોડ પર આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીને છેલ્લા ૨૦ વર્ષથી કોમન પ્લોટ મળ્યો નથી આ બાબતે અગાઉ રહેવાસીઓએ મ્યુનિસિપલ કમિશનર, કોર્પોરેટર સહિતના લોકોને જાણ કરી છે છતાં ઉકેલ ન આવતા મહિલાઓએ રસ્તા પર ચક્કાજામ કર્યા છે. સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ વર્ષોથી અહી રહે છે તેમને લાખો રૂપિયા દઈ ઘર લીધું છે ઘર લેતા સમયે કોન્ટ્રાક્ટ પણ કોમન પ્લોટનો ઉલ્લેખ કર્યો છે છતાં પ્લોટ પર કબ્જો કરી પ્લોટ એમને આપતા નથી. પ્લોટમાં ગાર્ડન અને બાકડા હોય તો બાળકો ત્યાં રમી શકે અને વૃદ્ધો પણ બેસી સત્સંગ કરી શકે. આ પ્લોટ બાબતે કહેતા માલિક ગોપાલ ધાક ધમકી આપી પૈસા ઉઘરાવવાની વાત કરે છે જેથી કંટાળી અંતે મહિલાઓ રણચંડી બની રસ્તા પર ચક્કા જામ કર્યું.