અમદાવાદ ઉપરાંત રાજકોટ પણ ઓવરસ્પીડમાં વાહનો ચલાવનાર સામે પોલીસે લાલ આંખ કરી છે. પોલીસ અને આરટીઓ દ્વારા મેઘા ડ્રાઈવ અંતર્ગત કાર્યવાહી કરતા નિયમોનો ભંગ કરનાર લોકોને દંડ પણ ફટકાર્યો છે.
ટ્રાફિકના નિયમોનું ઉલ્લઘન કરનાર સામે પોલીસની મેગા ડ્રાઈવ રેસકોર્સ વિસ્તારમાં જોવા મળી હતી. રાત્રિ દરમિયાન પોલીસે મેગા ડ્રાઈવ કરીને વોચ રાખી હતી અને નિયમો તોડનાર સામે દંડનાત્મક અને કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી.
ગમખ્વાર રીતે ગફલતભરી રીતે વાહનો રેસકોર્સ વિસ્તારમાં લોકો ચલાવતા હોય છે. ત્યારે આ મામલે પોલીસે કહ્યું હતું કે, જનતાને અપીલ છે કે, જાગૃત નાગરીક તરીકે પ્રજાએ સતર્ક થવાની જરુર છે અને પોલીસ તેમજ આરટીઓને સાથ સહકાર આપે તેવી અપીલ છે. રેસકોર્સ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો વોકિંગ માટે આવતા હોય છે.
અમદાવાદમાં ટ્રાફિક ઝૂંબેશ અંતર્ગત ચાલી રહેલી ડ્રાઈવમાં ટ્રાફિકના નિયમોનું ભંગ કરનાર તેમજ ગફલ ભરી રીતે સ્પીડમાં વાહનો ચલાવનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટ્રાફિક પોલીસ દ્વારા 15 દિવસમાં 9612 લોકો સામે નિયમ ભંગ કરવા બદલ કેસ કરવામાં આવ્યા છે.