આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ છે ત્યારે શિવ ભક્તોમાં આનંદનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટર શિવમય બની ગયું છે. ભક્તો ભોળાનાથના દર્શન કરવા મંદિરે લાઇન લગાવી રાહ જોઈ રહ્યા છે. કેટલાક લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા શ્રાવણ માસમાં ભગવાન શિવજીને પ્રસન્ન કરવા શિવ ભક્તિમાં લીન થઈ જશે. શ્રાવણ માસ આવતાં જ રાજકોટનું સૌથી જૂનું શિવજીનું મંદિર એટલે કે રામનાથ મહાદેવના મંદિરે ભક્તો ઉમટી પડ્યા હતા. ખૂબ જ મોટી સંખ્યામાં રામનાથ મંદિરે મહાદેવની પૂજા અર્ચના કરવા ભક્તો પહોંચ્યા હતા. રાજકોટના તમમાં શિવમંદિરમાં આજે ભક્તોની ભીડ જામી છે અને હવે આજથી આખો શ્રાવણ માસ શિવજીના મંદિરમાં ભક્તોની સંખ્યામાં વધારો જોવા મળશે. ઘણા ભક્તો તો આખો શ્રાવણ માસ ફરાળ કરી શિવજીને પ્રસન્ન કરશે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા શિવજીની ભકિતમાં લીન થશે. આજથી રાજકોટના રામનાથ મહાદેવનાં મંદિર સહિત ઈશ્વરીયા મહાદેવ, જાગનાથ મંદિર, ઓમકારેશ્વર મહાદેવનું મંદિર સહિતના અનેક મહાદેવનાં મંદિરમાં ભક્તો ઉમટશે.
રાજકોટ : આજથી શ્રાવણ માસની શરૂઆત થતાં શિવ મંદિરમાં ભક્તો ઉમટ્યા
Advertisement