જીએમએસએલસીના ગોડાઉનમાં દવાનો જથ્થો સગેવગે કરવા મામલે કાર્યવાહી તેજ કરવામાં આવી રહી છે. 3 ટકા પેનલ્ટી બચાવવા એમઆરપીના સ્ટીકર સાથે છેડછાડ કરાઈ હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવી રહ્યું છે. દવાની કંપની સાથે સાંઠગાંઠ હોવાની આશંકા છે. દવાની એજન્સીમાં દવાના જથ્થાને લઈને ટીમ દ્વારા તપાસ તેજ કરવામાં આવી રહી છે.
ગાંધીનગરથી ટીમ તપાસ માટે પહોંચતા કેટલાક ખુલાસાઓ એક પછી એક કરવામાં આવી શકે છે. એમઆરપીવાળી દવા પર જ પ્રતિબંધ હોય છે. ત્યારે આ દવાને એમઆરપી લાગવવામાં આવી હતી. જેથી દવાની કંપનીઓ સાથે સાંઠગાંઠ હોવાની આશંકા છે. કંપની સાથે સાંઠગાંઠ કરીને દવાની પેનલ્ટીથી બચાવવા માટે આ કૃત્ય કરાયું હોવાની આશંકા પણ સામે આવી રહી છે.
સૂત્રો તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર ડેપો મેનેજર પ્રતિકની એક મેડીકલ એજન્સી સામે આવી છે. જેમાં કેટલીક રસીદો અને વાઉચર હોવાનું સામે આવ્યા છે. પ્રાથમિક દ્રષ્ટીએ કોઈ પણ કંપનીનો માલ વેચવા કે પેનલ્ટીથી બચવા આ કાર્ય થયું હોવાની પણ વિગતો છે. જેથી કોઈ સાંઠગાંઠ છે કે કેમ, તે બાબતે ગાંધીનગરથી પહોંચેલી ટીમ દ્વારા તપાસ તેજ કરવામાં આવી રહી છે. જો કે, હજુ સુધી ઓફિસિયલ સ્ટેટમેન્ટ નથી આવ્યું પરંતું મોટા ખુલાસાઓ થઈ શકે છે.