ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશનની દવાઓ છે. આ દવાઓ સિવિલ સહીતની સરકારી હોસ્પિટલમાં જાય છે ત્યારે વેરહાઉસનો જથ્થો બારોબાર કેટલાક તત્વો દ્વારા વેચીને રુપિયા કમાતા હોવાના આક્ષેપ લાગ્યા છે. આ સાથે કેટલાક અન્ય આક્ષેપ પણ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ મામલો સામે આવતા ગાંધીનગરથી ટીમ તપાસ માટે રાજકોટ પહોંચી છે અને અહીંનું સંચાલન કરનારાની મોબાઈલમાં વીડિયોગ્રાફીથી વેરહાઉસમાંથી કરવામાં આવી રહી છે.
આ આક્ષેપોની ખરાઈ કરવામાં આવશે. જેમાં આક્ષેપો લાગ્યા છે તેમાં કેટલીક સચ્ચાઈ છે તે મામલે તપાસ કરવામાં આવશે.રાજકોટના વેરહાઉસમાં લાખો, કરોડોની દવાઓનો જથ્થો આવે છે. સરકારી હોસ્પિટલો સુધી દવાઓ પહોંચે તે પહેલા બારોબાર વેચી દેવાના આક્ષેપ થઈ રહ્યા છે.
દવાઓ સરકારી સરકારી ચોપડે ચડાવી દેવામાં આવ્યા બાદ તેનું સ્ટીકર કાઢી નાખવામાં આવતું હતું. ત્યારે આ આરોપ સામે ગાંધીનગરની ટીમ તપાસ માટે રાજકોટ પહોંચી હતી. ગોડાઉનમાં સરકારી દવાઓ રાખવામાં આવે છે જ્યાં ગ્રામ્યથી લઈને સરકારી હોસ્પિટલો, પીએચસી સીએચસી સેન્ટર પર પહોંચે છે પરંતુ આ જથ્થો બારોબાર સસ્તા ભાવે વેચી દેવામાં આવે છે.
કોંગ્રેસનું કહેવું છે કે, સરકારી હોસ્પિટલો અને સ્ટોરમાંથી દવાઓ ચોરાય છે અને સગેવગે કરીને બ્લેક માર્કેટમાં આવે તેવા આક્ષેપ છે. આવી દવા લેવાવાળાની સર્કિટ છે. આ દવાઓ પાણીના ભાવે લઈને વેચે છે. દવાઓ સગેવગે કરવાના આક્ષેપ છે. આમાં સરકાર જો વધુ તપાસ કરે તો મોટા કૌભાંડો બહાર પડી શકે છે.