લેન્ડ ગ્રેબીન્ગ કમિટી સમક્ષ મુકાયેલા ૪૧ કેસો પૈકી ૮ કેસમાં એફ.આઈ.આર. દાખલ કરવાનો નિર્ણય કરાયો જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી લેન્ડ ગ્રેબિન્ગ કમિટીની બેઠક રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને જિલ્લા લેન્ડ ગ્રેબિન્ગ કમિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રજૂ કરાયેલા ૪૧ કેસો પૈકી ૮ કેસમાં સંબંધિતો સામે એફ.આઈ.આર. દાખલ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં શહેર વિસ્તારના ૪ અને ગ્રામ્ય વિસ્તારના ૪ કેસનો સમાવેશ થાય છે ગુજરાત લેન્ડ ગ્રેબીન્ગ એક્ટ-૨૦૨૦ અન્વયે રજૂ થયેલ અરજીઓ બાબતે નિર્ણય લેવા માટે આજે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં તપાસનીશ અધિકારીઓએ તપાસ કરીને અહેવાલ રજૂ કર્યો હતો. જે મુજબ સમિતિ સમક્ષ રજૂ કરાયેલા કુલ ૪૧ કેસો પૈકી ૨૭ કેસો દફતરે કરવામાં આવ્યા હતા તથા ૬ કેસો પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા. આ બેઠકમા પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, અધિક નિવાસી કલેકટર એસ. જે. ખાચર, પ્રાંત અધિકારી શ્રી સંદિપ વર્મા, તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટમાં લેન્ડ ગ્રેબીન્ગનાં ૪૧ કેસ : ૮ કેસોમાં એફ.આઈ.આર. દાખલ કરવાનો લીધો નિર્ણય
Advertisement