Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટમાં આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની ધરપકડ, એટીએસે કર્યો પર્દાફાશ

Share

તાજેતરમાં જ અમદાવાદમાંથી અલકાયદા સાથે સંકળાયેલા શખ્સોને ATSએ ઝડપી પાડ્યા હતાં. હવે રાજકોટમાં ATS એ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. શહેરના સોની બજારમાં કારીગર તરીકે રહેતાં અને અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટના સોની બજારમાં છેલ્લા છ મહિનાથી કારગીર બનીને રહેતાં ત્રણ શખ્સો આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા હોવાની ATS ને બાતમી મળી હતી. જેના આધારે તપાસ કરતાં શહેરના સોની બજારમાંથી ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સો મુસ્લિમ કારીગરોને ભારત વિરૂદ્ધ ભડકાવવાનું કામ કરતા હોવાની આશંકા સેવાઈ રહી છે.

Advertisement

ATSના ગુપ્ત ઓપરેશનમાં એવું સામે આવ્યું છે કે, આ ત્રણેયને ગુજરાતમાં અલકાયદાનો પ્રચાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેઓ છેલ્લા છ મહિનાથી રાજકોટના સોની બજારમાં કારીગર તરીકે કામ કરતાં હતાં. તેમની પાસેથી ATS ને પિસ્તોલ અને 10 કારતૂસ મળી આવ્યાં છે. આ શખ્સો પશ્ચિમ બંગાળથી રાજકોટ આવ્યાં હતાં. તે ઉપરાંત તેઓ બાંગ્લાદેશમાંથી ભારતમાં પ્રવેશ્યા હોવાની પણ આશંકાઓ સેવાઈ રહી છે.

ત્રણ શખ્સોને ઝડપ્યા પહેલા ગુજરાત એટીએસ ગુપ્ત રાહે તપાસ પણ કરી રહી હતી અને ચોક્કસ બાતમી મળતા ત્રણેયને પકડીને અમદાવાદ લાવવાની કાર્યવાહી હાથ ધરી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે રાજકોટના સોની બજારમાં ત્રણ લોકો આતંકી મોડ્યુલ માટે મદદ કરતા હતા. આ શખસો પાસે ગુજરાતમાં કે અન્ય જગ્યાએ અલકાયદાના સ્લીપર સેલને મદદ કરવા માટે જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે હવાલાથી પણ કોઈ ટ્રાન્જેક્શન કર્યા હોવાની વિગત ગુજરાત એટીએસને મળી છે. તેઓ કઈ જગ્યાએ આતંકી પ્રવૃત્તિ કરવાના હતા અથવા કોઈને મદદ કરી રહ્યા હતા તેની સઘન પૂછપરછ ચાલી રહી છે અને આરોપીઓને અન્ય કઈ જગ્યાએથી મદદ મળી હતી તે અંગે પણ માહિતી એકત્ર કરાઈ રહી છે.


Share

Related posts

ઝઘડીયા તાલુકાના કડવાતલાવ ગામે શેરડી સળગાવી દેવાનો આક્ષેપ કરી હુમલો

ProudOfGujarat

વલસાડ દોલત-ઉષા ઈન્સ્ટીટ્યૂટના વિદ્યાર્થીઓ જૂડો સ્પર્ધામાં ઝળક્યા

ProudOfGujarat

પાલેજ ની ફિલિપ્સ કાર્બન બ્લેક કંપની તરફ થી પંચયાત ને કચરો વહન કરવાં ટેમ્પો ની ભેટ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!