Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે રાજ્યમાં ઘરફોડ ચોરીના ચડ્ડી બનિયાનધારી ગેંગના 12 આરોપીને દબોચ્યા, મોડાસા તાલુકાનો ગુનો ઉકેલાયો

Share

રાજકોટ શહેર તથા સૌરાષ્ટ્રના આજુબાજુ જિલ્લાઓમાં છેલ્લા છ માસ ઉપરાંતના સમયથી મોઢે બુકાની બાંધી શરીર ઉપર ચડી બનીયાન પહેરી ગેગ તરખાટ મચાવ્યો હતો.રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ ,નાયબ પોલીસ કમિશ્નર પાર્થરાજસિંહ અને મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ બી.બી.બસિયાના માર્ગદર્શન હેઠળ ગુન્હા શોધવામાં ઊંડાણ પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીઓ દ્વારા આચરવામાં આવેલ ગુન્હોઓની બનાવવાળી સ્થાનિક જગ્યાની વિઝીટ કરી તેમજ બનાવ સ્થળ તેમજ આજુબાજુમાં આવેલ સી.સી.ટી.વી.કેમેરાનો ઝીણવટભરી રીતે અભ્યાસ કરી માહિતી મેળવી ટેક્નિકલ સોર્ચ અને હુમન સોસિસની મદદથી ગુન્હો શોધવા સમગ્ર ગુજરાતમાં અગાઉ પકડાયેલા ચડ્ડી બનીયણધારી ગેગનો તમામ આરોપીને અલગ અલગ ટીમો બાનવી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

Advertisement

ચડ્ડી બનીયધારી ગેગના સાગરીતો શહેરી વિસ્તારના બારોબાર આવેલ કારખાના, શાળા, રહેઠાણ મકાનોમાં લૂંટ ચોરી માટે સવારે રેકી કરતા હતા અને રેકી કર્યા બાદ રાત્રે મુખ્ય આરોપી રાત્રી સમય બહાર રેકી કરી રાત્રે મકાનોમાં ચોરીનો અજામ આપતા હતા. ચોરી કર્યા બાદ સ્થળથી એકાદ કિલોમીટર દૂર અવાવરું જગ્યાએ એકઠા થતા અને અન્ય આરોપીઓને બનાવ સ્થળથી વાકેફ કરતા અને મોડી રાત્રીનો સમય થયા બાદ તમામ આરોપીઓ પોતે કોઈ જગ્યાના સી.સી.ટી.કેમેરામાં શરીરે પહેરેલા કપડાની ઓળખ ન થાય તેમજ કપડાં ઝાડી ઝાંખરા કાંટામાં કપડાં ભરાઈ તો ફાટી ન જાય તેમજ ચોરી કરવાની એક અલગ એમ.ઓ.દેખાય તે હેતુથી કપડાં કાઢી ચડ્ડી બનીયાન પહેરી શરીરે જે કપડાં પહેરેલા તે કાઢી રૂમાલમાં બાંધી કમરે બાંધી હાથ રૂમાલથી મોઢું ઢાંકી હાથમાં ત્રણ ચાર પથ્થર તથા ડિસમિસ, દાતરડું, ગિલોર, ટોર્ચ બેટરી વગેરે હથિયારો લઈ બંધ મકાનના તાળા તોડી ચોરીનો અજામ આપતા હતા. ચોરી કાર્ય બાદ જે રોકડ રકમ કે સોનુ દાગીના જે પણ મળે તે વસ્તુઓ લઈ સરખા ભાગે વહેચી પોતાના રહેઠાણ મકાનમાં ઝૂંપડામાં સંતાડી દેતા હતા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચએ વધુ તપાસ કરતા આરોપીઓ પાસેથી કબૂલાત કરાવતા ગુનો નોંધી વધુ તપાસ હાથધરવામાં આવી હતી અને 12 આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા અન્ય ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ચડ્ડી બનિયાન ધારી ગેંગના આરોપી :
( ૧ ) લાલાભાઇ ઉર્ફે લાલો ઉર્ફે સુભાષ ખુમસીંગભાઇ રનજીભાઇ પલાસ જાતે- અનુ.જાતિ ઉ.વ. ૨૪ ધંધો- મજુરીકામ રહે- હાલ નવો ૧૫૦ ફૂટ રીંગ રોડ, એસ.આર.પી.કેમ્પ પાસે , નવા રેસકોર્ષની કંસ્ટ્રક્શન સાઇટ ખાતે , રાજકોટ મૂળ વતન- આંબલી ( ખજુરીયા ) ગામ, સીમાડા ફળીયું પોસ્ટ- જેસાવાડા તા . ગરબાડા જી . દાહોદ
( ૨ ) રામસીંગ ઉર્ફે રાયસંગ મડીયા ઉર્ફે મળીયાભાઇ મોહનીયા જાતે આદિવાસી પટેલ ઉવ . ૨૩ ધંધો મજુરીકામ રહે . હાલ લજાઇગામ તા . ટંકારા જી . મોરબી મુળ- બીલીયાગામ પટેલ ફળીયુ તા . ધાનપુર જી . દાહોદ
( ૩ ) છપ્પર ઉર્ફે છપરીયા હરુભાઇ પલાસ ઉ.વ .૩૫ રહે.હાલ રાજકોટ ધંટેશ્વર ન્યુ રેસકોર્ષ અટલ સરોવર પાસે ખુલ્લા મેદાનમાં પતરાના ઝુંપડામાં રાજકોટ મુળગામ- આંબલી ખજુરીયા તા.ગરબાળા જી . દાહોદ
(૪ ) રાકેશ રાળીયાભાઈ પલાસ જાતે આદિવાસી ભીલ ઉવ .૪૦ ધંધો.મજુરી રહે.હાલ પાનેલીગામ બાબભાઈ દરબારની વાડીમાં મુળ.આમલી ખજુરીયા ગામ તા.ગરબાડા જીલ્લો દાહોદ
( ૫ ) રાજુ સવસીંગ બારીયા જાતે આદીવાસી ઉવ . ૩૦ ધંધો કડીયાકામ , લાઇન ખોદવાનું , મજુરીકામ રહે . છરછોડા બારીયા ફળીયુ ગામ તા . ગરબાડા જી . દાહોદ
( ૬ ) શૈલેષ ઉર્ફે શૈલો રતનસિંગ ઉર્ફે રતના કટારા જાતે . અનુ . જનજાતિ ઉ.વ. ૨૬ ધંધો- ઇંટોના ભઠ્ઠામાં મજુરી તથા ખેતી રહે- જેસાવાડા ગામ ડુંગળી ફળીયું તા . ગરબાડા જી . દાહોદ
( ૭ ) કાજુ માવસીંગ પલાસ જાતે – આદીવાસી ભીલ ઉવ -૩૫ ધંધો – મજુરી કામ તથા બકરા ચરાવવાનું રહે.આંબલી , ખજુરીયા ફળીયુ તા.ગરબાડા જી.દાહોદ રાજય – ગુજરાત
( ૮ ) શૈલેષ જવસીંગભાઇ
મલજીભાઇ ડામોર જાતે- અનુ.જાતિ ઉ.વ. ૨૬ ધંધો- મજુરીકામ રહે- રઢુ ગામ , સરકારી સ્કુલમાં તા . માતર જી . ખેડા મૂળ વતન- વજેલાવ ગામ , ભુતવડ ફળીયું તા . ગરબાડા જી . દાહોદ
( ૯ ) મનીષ ઉર્ફે મનેષ રાવસિંગ ભાભોર જાતે.આદિવાસી ઉવ .૧૮ ધંધો.મજુરી કામ રહે.હાલ . હાલ પાનેલીગામમાં ખુમાનસિંહ વાળાની વાડીમાં જીલ્લો જામનગર મુળ આમલી ખજુરીયા ગામ તા.ગરબાડા જીલ્લો . દાહોદ
( ૧૦ ) અપીલ અમરસીંગ પલાસ ઉ.વ .૩૨ રહે.હાલ રાજકોટ ધંટેશ્વર ન્યુ રેસકોર્ષ રાજકોટ મુળગામ- આંબલી ખજુરીયા તા.ગરબાળા જી . દાહોદ
( ૧૧ ) રાહુલ સુરેશભાઇ નીનામા જાતે . ભીલ આદીવાસ ઉ.વ. ૨૪ ધંધો . કડીયાકામ મજુરી રહે . હાલ નવા રેસકોર્ષ નવા ૧૫૦ ફુટ રીંગ રોડ , ઘંટેશ્વર પાસે , જામનગર રોડ , રાજકોટ મુળ રહે . ગામ દેલતર તા.જી. દાહોદ
( ૧૨ ) મીથુન વરસીંગભાઇ મોહનીયા જાતે આદીવાસી પટેલ ઉવ . ૨૦ ધંધો મજુરી રહે . લજાઇ ગામ તા . ટંકારા જી . મોરબી મુળ- બીલીયાગામ પટેલ ફળીયુ તા . ધાનપુર જી . દાહોદ

ચડ્ડી બનિયાન ધારી ગેંગના વોન્ટેડ આરોપીઓ
( ૧ ) ભરત બાદરસીંગ પલાસ રહે . આમલી ખજુરીયાગામ તા . ગરબાડા જી . દાહોદ
( ૨ ) ગોરધન ધીરૂભાઇ પલાસ રહે . છરછોડાગામ તા . ગરબાડા જી . દાહોદ .
( 3 ) ગોરા ઉર્ફે ગોરો વરસીંગ મોહનીયા રહે . બીલીયાગામ પટેલ ફળીયુ તા.ધાનપુર જી . દાહોદ .
( ૪ ) મુકેશ રમસુભાઇ મેડા રહે . કાંગણી ફળીયુ નંધેલાવ તા . ગરબાડા જી . દાહોદ .
( ૫ ) મડીયા ઉર્ફે સંજય તીતરીયા બામણીયા રહે . નંદાગામ તા . ભાવરા જી . અલીરાજપુર ( એમ.પી. )
( ૬ ) પ્રકાશ દિત્યા ઉર્ફે દીતીયાભાઇ પલાસ રહે . છરછોડા તા . ગરબાડા જી . દાહોદ .
( ૭ ) કાલસીંગ ઉર્ફે કલો મગનભાઇ ડામોર રહે . વજેલાવ તા . ગરબાડા જી . દાહોદ .
( ૮ ) અજય નાયક રહે . પાવાગઢ હાલોલ


Share

Related posts

ભરૂચ માં બે જેટલા મંદિરો માં ચોરી…તસ્કરો બન્યા બે ફામ..?? જાણો વધુ……….

ProudOfGujarat

ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ

ProudOfGujarat

ભરૂચ : ભગવાન મેઘરાજના દર્શન કરવા લોકોની ભીડ જામી…!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!