રાજકોટમાં દિવસેને દિવસે ગુનાખોરી વધતી જઈ રહી છે. ક્રાઈમ રેટ દિવસેને દિવસે ઉચો જઈ રહ્યો છે ત્યારે પોલીસનો ડર જાણે ઓસરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કાયદા વ્યવસ્થાની સ્થિતિ દિવસેને દિવસે કથળી જઈ રહી છે ત્યારે વધુ એક ગુનો સામે આવી રહ્યો છે જેમાં રાજકોટમાંથી બે શખ્શ પાસેથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે.
રાજકોટ શહેર જિલ્લા અને ગામમાં ગુનાખોરી વધી રહી છે ત્યારે રાજકોટના વિંછીયામાં આવેલ લાલાવદર ગામ પાસેથી બે શખ્સ ગાંજાના જથ્થા સાથે ઝડપાયા છે. મળતી માહિતી અનુસાર રાજકોટના વિંછીયામાં આવેલ લાલાવદર પાસે SOG દ્વારા બે શખ્શોની ધરપકડ કરી તેમની પાસેથી ૭૫ હજારથી વધુની કિંમતની ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે મળતી બાતમીના આધારે પોલીસે બે શંકસ્પદ શખ્શની પૂછપરછ કરી તલાશી લેતા બંને પાસેથી ગાંજાનો ૭૫,૫૦૦ની રકમનો જથ્થો ઝડપાયો. પોલીસે બન્નેની સઘન પૂછપરછ કરી હતી. પોલીસે બંને ગુનેગારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.