જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી. બેઠકમાં કુલ ૨૫ કેસ પર સુનાવણી હાથ ધરાઈ હતી. લેન્ડ ગ્રેબિંગ કેસમાં રાજકોટ શહેરના બે તેમજ ગ્રામ્ય વિસ્તારના બે કેસ મળી કુલ ચાર કેસમાં સંબંધિતો સામે એફ.આઈ.આર. નોંધવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ-૨૦૨૦ અન્વયે રજૂ થયેલ અરજીઓ પર નિર્ણય લેવા માટે યોજાયેલી આ બેઠકમાં અધિકારીઓએ તપાસ અહેવાલ રજૂ કર્યો હતો. જે મુજબ સમિતિ સમક્ષ મુકાયેલા કુલ કેસો પૈકી ૨૦ કેસો દફતરે કરવામાં આવ્યા હતા તથા ૧ કેસ પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો. લેન્ડ ગ્રેબીંગ કમિટીની બેઠકમાં રેવન્યુ તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હોવાનું નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે જણાવ્યું છે.
Advertisement