રાજકોટમાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશ છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહ્યું છે. આજે ત્રીજા દિવસે પણ જ્વેલર્સ તેમજ બિલ્ડર્સના ત્યાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે.
શિલ્પા જ્વેલર્સ, રાધિકા જ્વેલર્સ ઉપરાંત હવે બિલ્ડર્સને ત્યાં પણ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્રણ દિવસથી અલગ અલગ ટીમો દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી છે. બિઝનેસ ક્ષેત્રે જોડાયેલા લોકોના રહેણાંક, મકાનો તેમજ તેમની સાથે જોડાયેલા સીએને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
આઈટીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે ત્યારે આ દરમિયાન બેનામી વ્યવહારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. વર્ધમાન બિલ્ડરને ત્યાં પણ તપાસ હાથ ધરાઈ હોવાની વિગતો સામે આવી છે. ઘણા બેનામી વ્યવહારો હજૂ પણ રેડ દરમિયાન ઝડપાય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘર, ઓફિસ સહીતની તમામ મિલકતોમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ત્રણ દિવસ પહેલા વહેલી સવારે રેડ કરતા 6 થી વધુ જગ્યા પર તવાઈ બોલાવવામાં આવી હતી. શંકાના દાયરામાં રહેલા બિઝનેસમેનને ત્યાં આજે પણ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેથી કરોડોની બેનામી મિલકતો પણ સામે આવી શકે છે.