GST વિભાગે રાજકોટમાં 1500 કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ખોટી પેઢીઓ બનાવીને આ કૌભાંડ કરાયું સામે આવી રહ્યું છે.
સૂત્રો તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર જીએસટી વિભાગે રાજકોટમાં મોટી કાર્યવાહી કરતા પ્રાથમિક માહિતી અનુસાર 1500 કરોડના બિલિંગ કૌભાંડો ઝડપી પાડ્યા છે. આ મામલે વેપારીઓને નોટિસ પણ પાઠવવામાં આવી છે અને પુરાવાઓની ખરાઈ પણ કરાશે. જેથી આ મામલે મોટો દંડ ફટકારવામાં આવી શકે છે.
વધુ પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ ડિવિઝનમાંથી આ નકલી બિલિંગ કૌભાંડ ઝડપાયું છે. 10 લાખથી લઈને 3 કરોડ રૂપિયા સુધીના બિલ બનાવીને આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું જણવા મળી રહ્યું છે. માહિતીના આધારે જીએસટી વિભાગે આ મામલે તપાસ શરુ કરી હતી. જેમાં 600 જેટલા વેપારીઓ આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે. તપાસમાં 50 નકલી પેઢીઓ મળી આવી છે.
જીએસટી વિભાગ દ્વારા કૌભાંડ કરવામાં આવતું હતું. સરકારની તિજોરી પર ચૂનો ચોપડવાનું કામ કરવામાં આવતું હતું. હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે. તમામ વેપારીને નોટિસ આપીને આધાર પુરાવાઓ તપાસ કરાશે અને આ મામલે કોઈ કસુરવાર હશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે. આમ સૂત્રો તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર આ મામલે આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.