Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હાર્ટ-એટેકથી મોત

Share

રાજકોટમાં વધુ એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું છે. રાજકોટની વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી કોલેજમાંથી છુટતા સમયે છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી રહ્યો હતો. આ સમયે તેનું મોત નિપજ્યું હતું.

વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા 28 વર્ષીય કલ્પેશ પ્રજાપતિને હાર્ટ એટેક આવતાં સારવાર માટે હોસ્પિટલ પહોંચે તે પહેલા તેનું મોત નિપજ્યું હતું. કલ્પેશ ગઈકાલે સાંજે કોલેજથી છૂટી રહ્યો હતો એ દરમિયાન છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. આથી તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. કલ્પેશ પ્રજાપતિને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા પ્રથમ સોડા પીધી હતી. બાદમાં તેને મિત્રને ફોન કરી હોસ્પિટલ જવા જાણ કરી હતી. જે બાદ મિત્ર તેમને 108 મારફત હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, હોસ્પિટલ પહોંચે તે પૂર્વે જ તેણે દમ તોડી દીધો હતો અને મોત નીપજ્યું હતું.

Advertisement

આ બનાવ અંગેની જાણ કોલેજ સંચાલકોને તેમજ તેના પરિવારજનોને કરવામાં આવી હતી. કોલેજના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, કલ્પેશ પ્રજાપતિ અમારી કોલેજમાં છેલ્લા ચાર વર્ષથી આર્કિટેક્ચરનો અભ્યાસ કરી રહ્યો હતો અને હાલ તે છેલ્લા એટલે ફાઈનલ વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેને એસીડીટી જેવી પ્રોબ્લેમ થતી હોવાથી સોડા પીવા ગયો હતો. બાદમાં અચાનક છાતીમાં દુખાવો વધી જવાથી તે પોતે તેના મિત્રને ફોન કરી હોસ્પિટલ જવા મદદ માગી હતી. 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજતા દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છીએ.યુવાન પુત્રને ગુમાવવાથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

પાટનગરમાં ધમાસાણ: આજથી વિધાનસભાનું બે દિવસનું સત્ર, જોવા મળશે ધાનાણીની ધમાલ…

ProudOfGujarat

સ્વચ્છતા અભિયાન ના ધજાગડા.ભરૂચ જિલ્લાના આમોદ મામલતદાર કચેરીમાં સ્વચ્છતા અભિયાન ના ધજાગડા જોવા મળ્યા.

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વરના અમરતપુરા ગામ પાસે એરસ્ટ્રીપ શરૂ કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!