Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટમાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં અંદાજિત 70 લાખનું ફર્નિચર બળીને ખાખ

Share

રાજકોટમાં રાજકમલ ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. ઘટનાની જાણ થતા જ 8 ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી ગયા છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. અંદાજિત 60 થી 70 લાખનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું છે. આગ એટલી વિકરાળ છે કે, એક કિલોમીટર દૂરથી ધૂમાડાના ગોટેગાટો જોવા મળી રહ્યા છે. ફર્નિચરના ગોડાઉનમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. જો આગ વધુ વિકરાળ બને તો નુકસાનીનો આંક વધી શકે છે. હાલ ફાયર વિભાગની 8 ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.

ફાયર ચીફ ઓફિસર આઈ.વી. ખેરે જણાવ્યું હતું કે, આગ ગ્રાઉન્ડફ્લોરથી ટોપ ફ્લોર સુધી પહોંચી ગઈ હતી. આખી બિલ્ડિંગ બળીને ખાખ થઈ છે. આગ હાલ કંટ્રોલમાં છે. માત્ર ટોપ ફ્લોર પર આગ છે જે બૂઝાવવામાં આવી રહી છે. ફર્નિચરના ગોડાઉનમાં વર્કરો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક નાનો સ્પાર્ક થયો હતો. જેમાંથી આગ પ્રસરી અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. હાલ કોઈ જાનહાનિ પહોંચી નથી. ફર્નિચરની તમામ પ્રોડક્ટ આગમાં ખાખ થઈ ગઈ છે. ફાયર વિભાગની 8 જેટલી ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Advertisement

Share

Related posts

ગુજરાતમાં ધોરણ 1 થી 8 માં ગુજરાતી ફરજિયાત, વિધાનસભામાં સર્વાનુમતે બિલ પસાર

ProudOfGujarat

રાજપારડીમાં શૈખુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ મદની બાવાનું આગમન હઝરતનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ.

ProudOfGujarat

ડેડીયાપાડા શાળાના 250 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ દ્વારા ભારત દેશનો નકશો બનાવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!