Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટમાં યુવકે માતાને ઝેર આપી પોતે પણ ઝેરી દવા પી આપઘાત કર્યો

Share

રાજકોટમાં આપઘાતની હૃદયધ્રાવક ઘટના સામે આવી છે. શહેરના કોઠારિયા રોડ નજીક એક યુવકે બીમાર માતાને ઝેર પીવડાવી પોતે પણ ગટગટાવીને આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. આ યુવકે આપઘાત પહેલાં કોઈ માટે કંઈ કરી શક્યો નથી મને માફ કરજો એવું બોલીને વીડિયો બનાવ્યો હતો ત્યારબાદ આ પગલું ભર્યું હતું. તેણે આ વીડિયોમાં કયા કારણે આપઘાત કર્યો છે તેનો કોઈ જ ઉલ્લેખ કર્યો નથી. પોલીસે ગુનો નોંધીને આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટ શહેરના ઘનશ્યામનગર ખાતે બીમાર માતાને ઝેરી દવા પીવડાવી પુત્રએ પોતે પણ ગટગટાવી લેતા બંનેને સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ બંનેના મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ હતી. પોલીસે પુત્ર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને મૃતકે આ પગલું ભરતા બનાવેલો એક વીડિયો મળી આવ્યો હતો. બહેનને ઉદ્દેશીને બનાવેલા વીડિયોમાં યુવકે કહ્યું હતું કે, ‘કોઈ માટે કાંઈ કરી શક્યો નથી મને માફ કરજો.

Advertisement

યુવકે બનાવેલા વીડિયોમાં તે કહી રહ્યો છે કે, રેશ્મા હું જાવ છું મને માફ કરજે હું બાને સાથે લેતો જાવ છું. હું કોઈ માટે કાંઈ કરી શક્યો નથી, મને માફ કરી દેજો બધાય મારા ભાઈ અને ભત્રીજીઓ હું કોઈની માટે કાંઈ કરી શક્યો નથી. મારી માને મૂકીને હું એકલો જઈ શકું એમ નથી એનું કોણ ધ્યાન રાખશે? એટલે હું તેમને સાથે લેતો જાવ છું. ભાભી મને માફ કરજો તમારો દેવર તમારા માટે કાંઈ કરી શક્યો નથી. મારી ભત્રીજીઓ ભાણીયા-ભાણકીઓ અને મારી માં-બહેન માટે કાંઈ કરી શક્યો નથી. હવે દવા માજીને પાઈને હું પણ પીવું છું મને માફ કરી દેજો. હાલ પોલીસે આપઘાતનું કારણ જાણવા પ્રયાસો શરૂ કરી દીધા છે.


Share

Related posts

અંકલેશ્વરના સજોદ ગામમાં જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા

ProudOfGujarat

અંકલેશ્વરના- પુરુષોત્તમ બાગનો ફુવારો શોભાના ગાંઠીયા સમાન.તંત્ર ધ્યાન આપે તેવી લોકમાંગ…

ProudOfGujarat

અંકલેશ્વર કેશવપાર્ક વિસ્તારમાં આવેલ આંખની હોસ્પિટલ સામેથી દારૂ ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!